________________
૧૩પ.
ખંડ : ૧ લો એટલે એ પણ નરકગામી હતે. હવે ઉપાધ્યાયને તે પિતાની ચિંતા પડવા લાગી કે મારા શિષ્ય થઈને નરકે જાય તે. પાપના ઉપલેપથી હું કેવી રીતે મૂકાઈશ, એવી ચિન્તામાં તત્પર બનેલા ઉપાધ્યાએ ઘણા જ કષ્ટ કરીને જેમ તેમ શનિને પુરી કરી, પ્રભાત સમયે તે જ મુનિઓની ગવેષણ કરતાં તે ઉપાધ્યાય ઉદ્યાને પહોંચ્યા. ત્યાં મુનિઓને જોઈને તે ઉપાધ્યાયે વંદન કર્યું. આપણે જોઈ ગયા છીએ કે આ ઉપાધ્યાય ક્ષીરકદમ્બક સ્વભાવથી જ પાપભીરુ હતા, તેમજ સરલ અને સ્વચ્છ હૃદય ધરનારા હતાં. હવે મુનિવરને વંદન કરી ચૂકેલા તે ક્ષીરકદમ્બક પાઠક મુનિરાજને સર્વ હકીકત કહીને પૂછે છે કે મને પાપથી બચવાનો ઉપાય શું ? આ પ્રશ્નના ઉત્તરમાં મુનિએ કહ્યું કે સંસારને ત્યાગ. આ પ્રમાણે સાંભળીને સંવેગથી ભાવિત. થયેલા તે ક્ષીરકદમ્બક પાઠક તેજ મુનિઓની પાસે પ્રજિત થયા અને સુમતિના સાઘક બન્યા. આ રીતે એ પાઠકે દીક્ષા લેવાથી એમની લેખશાળા ભાંગી પડી અને શ્રી નારદજી પિતાના સ્થાને ચાલી ગયા. આ પછી અવસરને પામીને પર્વતકે ઉપાધ્યાયપદ ગ્રહણ કર્યું અને વસુ રાજપને પામ્યા. પરંતુ તે શિકારમાં લંપટ હતો. એ કારણથી એ રોજ રોજ શિકાર કરે છે. આ શિકાર એટલે મનની મેજ માટે નિરપરાધી પ્રાણીઓને વિનાશ. આવી અકારણે કરાતી પણ નિરપરાધી પ્રાણીઓની હિંસા એ તે રાજાઓને ધર્મ છે. એવું કહેનારાઓ પણ મિથ્યામતિઓમાં મહર્ષિઓ તરીકે પૂજાય છે. કોઈ એક દિવસે શિકાર કરવાને માટે ગએલા