________________
૧૩૬
સહ્મેધ યાને ધર્માંનું સ્વરૂપ
તે વસુરાજાએ એક સારી રીતિએ વિશ્વાસપૂર્વક બેઠેલા મૃગના ટોળાને જોયુ. હિંસાના શેખીત આત્માએની દશા જ ભય કર હોય છે. આવી નિય દશામાં રહેલા નિરપરાધી જીવાના સંહાર કરવા એ તે એવાઓને મન એક આનંદના વિષય થઇ પડે છે. પેલા મૃગના ટોળાને જોઇને રાજાએ વિચાર્યું કે આવા સમયે તે મારે એકલાએ જ જવુ જોઇ એ. અને તે પણ પગના ય અવાજ ન થાય એ રીતિએ. આવીજ જાતના વિચારના ચાગે વસુરાજા એકાકી એ તરફ ગયા અને ધીમા પગના સ’ચારથી આગળ વધ્યા. આગળ વધીને તગે વિશ્વાસી બનેલા તે મૃગના ટોળા ઉપર તીર છેડયું પણ તે તીર રાજાની ધારણા મુજબ મૃગના ટોળા સુધી પહાંચ્યું નહિ તે તીર વચમાં કોઈપણ સ્થાને અફળાયુ અને એથી છા ખંડ તૂટી ગયુ. આ રીતિએ પોતાના ખાણની વચ્ચે કોઇ પણ વસ્તુ નહિ દેખાવા છતાં પણ ટુકડે ટુકડા થઇ ગયેલા જોવાથી વિસ્મય પામેલા વસુ રાજાએ જોવા માંડ્યું કે કથી વસ્તુની સાથે મારૂ ખાણ અથડાયુ' અને ટુકડે ટુકડા થઇ ગયુ? હાથના સ્પર્શથી તપાસ કરતાં તેનાં જેવામ આવ્યુ કે તે એક સ્ફટિક રત્નની શિલા છે. અને આકાશતળની સમાન વર્ણવાળી તે સ્ફટિક શિલાને જોઈને વસુરાજાનું મન લલચાયું. આવી શિલાના તા ઘણાજ સરસ ઉપયોગ કરી શકાશે, એમ તેને લાગ્યું. આથી તે વખતે તે વસુરાજા પોતે પાછો ફર્યાં. પરન્તુ પાછળથી તેણે રાત્રિના સમયે બિલકુલ ગુપ્તપણે એ શિલાને મંગાવી લીધી. ગુપ્તપણે રાત્રિએ તે શિલાને મગાવી લઈને તેણે તે શિલા