________________
૧૩૪
સબધ યાને ધર્મનું સ્વરૂપ નથી. નારદની જેમ પર્વતક ત્યાંથી નીકળે અને એક શૂન્ય શેરીમાં આવી પહોંચે. એણે પણ ત્યાં જોયું અને વિચાર્યું કે અહિ કોઈ, મને જુએ છે કે નહિ ? પરંતુ તે મુદ્ર બુદ્ધિવાળો હોવાના કારણે તેણે નિશ્ચય કર્યો કે અહીં કોઈ મને દેખતું નથી. એવો નિશ્ચય કરીને તેણે બકરાને ત્યાં જ વધ કર્યો. બકરાનું વ્યાપાદન કરીને તે ઘેર આવ્યા અને હાથ-પગના શૌચ માટે માતા પાસે પાણી માંગ્યું. આથી ઉપાધ્યાયે પૂછયું કે રે ! આ શું ? આ પ્રશ્નના ઉત્તરમાં પર્વતકે કહ્યું કે તે બકરાને મેં હણી નાખે છતાં જાણે વધુ પરીક્ષા કરતા હોય તેમ તેમણે પર્વતકને પ્રશ્ન કર્યો કે તે એ બકરાને ક્યાં વ્યાપાદિત કર્યો અને કેવી રીતે અને કોઈથી પણ તું ન દેખાય ? આ પ્રશ્નના ઉત્તરમાં તે પર્વતકે કહ્યું કે એક શૂન્ય શેરી કે જે અંધકારથી વ્યાપ્ત હતી તેમજ લેકોના સંચારથી રહિત હતી ત્યાં જઈને મેં બકરાને માર્યા છે. અને એ કારણથી કોઇના દ્વારા હું દેખાયે નથી. તેના આવા ઉત્તરથી ફરી ઉપાધ્યાયે તેને પૂછયું કે ઉપર રહેલા નક્ષત્રો દ્વારા તું કેવી રીતિએ ન દેખાય ? પાંચ લેકપાળ દ્વારા–દિવ્યજ્ઞાનીઓ દ્વારા અને પિતાની પાંચ ઈદ્રિ દ્વારા પણ તું કેવી રીતિએ ન દેખાય ? (એટલે તું પિતે જેતે હતું કે નહિ) પર્વતકના આવા અવિચારી અને ઉદ્ધત કામથી ઉપાધ્યાયે વિચાર્યું કે અહો ! અનુપા વિનાને આ પર્વતક પાપકર્મમાં પ્રવર્તમાન થતાં શંકા પામે એ નથી એટલે એ વાત નિશ્ચિત જ છે. કે–આ પર્વતક નરકગામી થશે. તેવી રીતે વસુરાજાએ બકરાને હણી નાખે