________________
બંડ : ૧ લો
૧૩૩ પણ પાંચ લેકળે અને દિવ્ય જ્ઞાનીઓ તે મને જાએ છે. કારણ કે તેઓ કોઈપણ સ્થળે ન જુએ એવું નથી. આનું નામ સૂદ્દબુદ્ધિ આવી જાતની વિચારણા તુચ્છ બુદ્ધિના ધણીઓને આવતી જ નથી. તુચ્છ બુદ્ધિના ધણીએ દિવ્ય નાનીઓને માને એ વાત શક્ય જ નથી. શ્રી નારદજી તો શ્રદ્ધાળુ હવા સાથે સમજદાર પણ હતા આથી એમણે માન્યું કે તેઓ ન દેખે એવું કોઈ સ્થાન જ નથી. આ જાતની સમજથી શ્રીનાથજી વિચારે છે કે જે કારોથી અતિશય-જ્ઞાનીઓ આદિ ન જોઈ શકે એવું કોઇપણ સ્થાન નથી. તે કારણથી એ વાત નિશ્ચિત છે કે મારે આ બકરો ડણવા યોગ્ય નથી.”
આ નિર્ણય કરવા છતાં પણ તેમને અંતરમાં એ પ્રશ્ન ઉદ્ભવે છે કે જે આમ જ છે તે પછી ગુરૂને એ આદેશ શા માટે ? આ પ્રશ્નનું સમાધાન કરતાં પણ તે વિચારે છે કે જરૂર આવા પ્રકારને ગુરૂને આદેશ કઈ કારણસર હવે જોઈએ કારણ કે ગુરૂ આવું કરે નહિ એટલે કે ગુરૂને અા બકરાને મારવાને અદેશ હાય નહિ. એ નિશ્ચય કરીને શ્રી નારદજી ખૂબ જ હર્ષને પામ્યા. પ્રષ્ટિ હર્ષના યોગે વિકસિત બનેલા શ્રી નારદજી ગુરૂની સમીપે આવી પહોંચ્યાં અને પોતે જે જે આચર્યું હતું તે પિતાનું ચરિઝ તેમણે ગુરૂની આગળ નિવેદિત કર્યું.
શ્રી નારદજીના ચરિત્રને સાંભળીને ઉપાધ્યાય શ્રી ક્ષીરકદંબકે વિચાર્યું કે આ નારદ તે દુર્ગતિમાં જાય તે