________________
૧૨.
સધ યાને ધર્મનું સ્વરૂપ આવું અભિમાન રાખવું યોગ્ય નથી. આપનું પણ મરણ નિશ્ચય છે. મૃત્યુમાં કોઈ અપવાદ હેતું નથી. તમારૂં મરણ દશરથ રાજાના પુત્ર રામના હાથે થશે. મંત્રીઓએ પણ આ વાતનું સમર્થન કરતાં કહ્યું હે રાજન ? મૃત્યુ અનિવાર્ય છે. આ બિલકુલ સત્ય કહે છે. ભાવિ મિથ્યા નથી થતું. રાવણે અટ્ટહાસ્ય કરતાં કહ્યું ભવિતવ્યતા મારી આગળ રાક છે. તે મારું કશું જ બગાડી શકે તેમ નથી. કારણ કે ઉત્તમ પુરૂને તે પુરૂષાર્થ પ્રમાણ છે. રાવણનું પણ મૃત્યુ પાસે કાંઈ ચાલ્યું નથી. મૃત્યુ એને પણ ઉપાડી ગયું છે.
જૈન રામાયણમાં આવે છે – એક વખત રાવણે જ્ઞાની મુનિને પૂછ્યું કે મારું મેત કયારે થશે? ત્યારે જ્ઞાની મુનિએ કીધું કે તારૂં મેત સીતાજી નિમિત્તે દશરથ રાજાના પુત્ર રામથી થશે. તે વખતે રાવણને ભાઈ વિભીષણ હાજર હતા તેને પિતાના ભાઈ ઉપર બહુજ પ્રેમ હતો એટલે કીધું કે, હું જઈને દશરથ અને જનક રાજાને મારી નાખીશ, તો પછી રામને સીતાને જન્મ જ નહિ થાય. પછી રામના હાથે મેત થવાનું કારણ જ રહેતું નથી. વિભીષણ અધ્યામાં દશરથને મારવા રવાના થયે પણ ભવ્યતા સારી હોવાના કારણે દશરથને પણ ખબર પડી ગઈ છે. અને જનકને પણ ખબર પડી ગઈ છે. એમને ખબર પડી ગઈ પણ બનેય સમજે છે કે “વિભીષણની સામે ઉભવાની આપણામાંના કેઈની તાકાત નથી. આથી તેઓ પિત. પિતાના મંત્રી મંડળની સાથે શું કરવું? એની વિચારણા.