________________
" ૧૨૪
સબોધ યાને ધર્મનું સ્વરૂપ પ્રતિવાસુદેવના ત્રણ ખંડને માલિક વાસુદેવ થાય છે. (ખેદે ઉંદર અને ભેગવે ભેરીંગ) અને વાસુદેવ એ ત્રણ ખંડના રાજ્યને ભગવે છે. રાવણ રાક્ષસ ન હતો પણ રાક્ષસ દ્વીપને રાજા હતે. હનુમાન વાનર ન હતાં પણ વાનર દ્વીપના - રાજા હતાં, તેથી વાનર કહેવાયા. પણ એ મનુષ્ય હતા. જેમ કચ્છમાં રહેનાર કચ્છી, સીંધમાં રહેનાર સીધીપંજાબના રહેનાર પંજાબી. એ રીતે ઓળખાય છે તેમ-રાવણ ને હનુમાન, રાક્ષસ અને વાનર તરીકે ઓળખાયાં. જૈન રામાયણ વાંચવાથી બધી હકીકત સમજાય તેમ છે. હનુમાન કુંવારા નથી પરણેલા હતાં. તેને સંતાન હતાં. અને હનુમાન મોક્ષે ગય છે. તેના ઉપર જેનાથી તેલ અને આકડાના પાનની માળા - ચડાવાય નહિ પછી તે જેને જેમ સમજવું હોય તેમ સમજે.
રાવણે સતી સીતાનું હરણ કર્યું પણ એનું શીલ લુંટયું નથી. જ્ઞાનીઓ કહે છે આ પૂર્વ કર્મના કારણે રાવણે સીતાજીનું હરણ કર્યું હતુંપણ આ કાળે દશેરાના દિવસે રાવે ના પુતળાને બાળવાને કાર્યક્રમ ઉજવાય છે એ લેકોની માન્યતા છે કે રાવણ એ અધમ હતું એટલે અધમતાને બાળવી જ જોઈએ. ભલે.. એમના અભિપ્રાયને આપણે અનુકુળ બનીને
એ વિચારવું જોઈએ કે એ લેકો પિતે રાવણ કરતાં સારા - હશે. એમનામાંથી કોઈ એ પણ પર સ્ત્રીની સામે નજર પણ કરી ન હશે ?
રાવણના પુતળાને બાળવા વખતે જે લોકો હાજર હોય છે તે વખતના કર્મને સામુહિક કર્મ કહેવાય છે. કરકરાવણ અને અનુમોદન સરખું ફળ કહ્યું છે.