________________
ખંડ : ૧ લા
૧૨૩ .
કરીને ગુપ્ત પણે અન્યત્ર ચાલ્યા ગયા છે. એમનું મંત્રી મંડળ એવું કુશળ છે કે કોઇને પણ એ વાતની ગંધ સરખી ચ આવવા દીધી નથી અને એ બન્નેના આબેહુબ પુતળાં બનાવીને તેમના સ્થાને રાખી મૂકયાં છે. શ્રીવિભીષણે આવીને દશરથના પુતળાના સંહાર કરી નાખ્યા. પણ એ મનમાં એમજ સમજે છે કે મેં દશરથને મારી નાખ્યા !” એ વખતે આખા નગરમાં ભારે કોલાડુલ થયા અને અન્તઃપુરમાં પણ મોટો આકન્તુ ધ્વનિ થયો, એટલે શ્રીવિભીષણે સ્વાભાવિક
એ જ માની લીધું કે દશરથ મરાયા. તેમને કશી શંકાજ પડી નહિ. શ્રી દશરથનો સંહાર કર્યાંનુ માની લીધા બાદ શ્રીવિભીષણે શ્રીજનકને સંહાર કરી નાખવાના વિચારને માંડી વાળ્યેો. કારણ કે હવે એકલા જનક રાજાથી કાંઇ થઈ શકવાનુ નથી. એવી રીતે શ્રીવિભીપણે કલ્પના કરી લીધી. પદ્મ હોય તે આ રીતે બચી જવાય તેમાં આયુષ્યક બળવાન હોય તેને આંચ આવતી પણ નથી એટલે શ્રી દશના અને શ્રી જનકના બચાવ થઈ જવા પામ્યા અને એથી જ શ્રીદશરથને ત્યાં શ્રીરામ આદિના તથા શ્રીજનકને ત્યાં શ્રીમતી સીતાદેવીને જન્મ થયો. પણ રાવણ પ્રતિ વાસુદેવ હતા અને લક્ષ્મણ વાસુદેવ હતાં એટલે વાસુદેવના હાથે પ્રતિવાસુદેવનુ મૃત્યુ થાય જ અને અન્ને નરકમાં જાય એવા અટલ નિયમ છે. તેમાં ફેરફાર કરી શકાતા નથી. રાવણના મૃત્યુમાં સીતાજી તેા નિમિત્ત હતાં તે પણ પૂર્વ કર્મીનું કારણ હતું. કમ કોઇને છેડતાં નથી.