________________
ઉos
સદધ યાને ધર્મનું સ્વરૂપ તે પ્રશ્ન - અતિચાર અને અનાચાર એટલે શું ?
ઉત્તર – વ્રતખંડન થઈ જાય તેની પૂર્વ ભૂમિકાને અતિચાર અને વ્રતને નાશ તે અનાચાર. જેમકે રાત્રિભેજનના નિષેધના પચ્ચખાણવાળે માણસ ખાવા-પીવાને વિચાર કરે, ખાવા-પીવાની તૈયારી કરે ત્યાં સુધી અતિચાર લાગે અને રાત્રિમાં ખાય, પાણી પીવે તે વ્રત નાશ પામ્યું માટે અનાચાર જાણ. અરિહંતનું શરણ –
શરણ કરો અરિહંતનું સ્થાન ધરો અરિહંત સેવા કરો અરિહંતની, જે ઇચ્છે દુઃખને અંત. (૧) ત્રણે કાળ ત્રણ વેગથી, એવા કરે ઉપાય; અરિહંત દેવથી આપણે, અળગા નજ રહેવાય. (૨) જિનવરજી સાથે રહે, કદિ પાપ નવ થાય; પહેલાંના પાપે બધા, ભયથી નાસી જાય. (૩) લાખે કેડે સપનાં, યુથ જ્યાં ઉભરાય આગમન એક મયુરનું, સર્પો સર્વ પલાય...૪) અંધકાર અતિ બલવડે, જગત અંધ થઈ જાય ઉગે દિનકર દેવ તે, અંધકાર ક્ષય થાય...(૫)
આપણે વીતરાગ શાસન પામ્યાં છીએ, માટે સૂઈ જવા પહેલાં અનશન કરવાની ટેવ પાડવી. હું સૂઈ જાઉં છું. વખતે આ રાત્રિમાં જ, નિદ્રામાં જ અસાવધાનપણે મરણ થઈ જાય તે તે માટે રાત્રિના સૂતી વખતે નીચે મુજબ પચ્ચખાણ લેવું.