________________
ખંડ : ૧ લો
૧૧૩ તેવા સંસ્કાર આપવા અને સંતાનને થાય કે હું આવા સારા મા-બાપનું સંતાન, મારાથી દુર્ગણ ન સેવાય, અપકૃત્ય ન કરાય, મારા ભગવાન કેવા સર્વોચ્ચ ! કેવા ભગવાનને હું સેવક ? | મુળ તે આ સુસંસ્કાર કુમળીવયના બાળકોને અપાય તે એના ફળ રૂપે સંતાનને જીવનબાગ સુધરી જાય. સે શિક્ષકની ગરજ એક માતા સારે છે. એ ન્યાયે શિક્ષણ ભલે બહારનું મલતું હોય પણ સંસ્કાર તે ઘરમાંથી મલવા જોઈએ. એ માટે માતાપિતાની જવાબદારી છે કે નહિ ! બોટા કુસંસ્કારના કારણે વર્તમાનકાળને માબાપ કહે છે કે સંતાને અમારું કહ્યું માનતા નથી. તે હવે બેલ્યાથી શું ફાયદો ? આમાં અપવાદ તે છે. વર્તમાનકાળે પણ કેટલાક સુસંતાને માબાપની આજ્ઞામાં રહીને જીવન જીવે છે એવા સુસંતાને ધન્યવાદને પાત્ર છે.
- દિવ્ય દર્શનમાંથી સાભાર
વર્તમાન કાળે વિકાસને નામે નારીને શિક્ષણસહશિક્ષણ -પુરુષ સાથે મુકત સહચાર-છુટા છેડાની સગવડ-ગર્ભપાતની અનુકુળતા–આંતર જ્ઞાતીય-આંતર ખંડીય-લગ્નોની સ્વતંત્રતા– ઘડિયા ઘરમાં આયાઓથી બાળકોને વિકાસ-પતિથી સંપૂર્ણ રીતે મુક્ત જીવન-નોકરી કરીને પગભર થવાની ઝુંબેશ- આજીવન કૌમાર્યની ભલામણ-પુરૂષ સમેવડી પણું વિગેરે અનેક આકર્ષણે આપી દીધા. આ બધાથી નારીના જીવનને
સ. ૮