________________
૭૪.
સબધ યાને ધર્મનું સ્વરૂપ વાતે ઘણીવાર સાંભળી ગયા છીએ. રજનાં સાત સાત ખૂન કરનારા પાપીમાં પાપી અર્જુન માળીને પણ ભગવાન મહાવીરસ્વામી જેવા ઉધ્ધાર કરનાર મળી ગયા. તે એ પાપમાંથી પુનીત બની ગયા કે નહિ ? તેણે પણ તપથી, કર્મોને કચ્ચરઘાણ કાઢી નાખે એટલે ગમે તેવા કર્મોને તેડનાર તપ જ છે. અને તપથી ભવાંતરમાં પણ અનેક સુખ પ્રાપ્ત થાય છે. તેવા દષ્ટાંતકથાઓ જૈન (દર્શનમાં શાસ્ત્રમાં ઘણાં આવે છે.
માનવભવની સાર્થકતા કે નિષ્ફળતાને આધાર આત્માની સાધના ઉપર છે, જેણે આત્માને ઓળખે હોય, તેને જ આત્માના કલ્યાણ માટે સાધના કરવાનો વિચાર આવે.
સતેની શિખામણ એ છે કે - કમા શકે તે પુણ્ય કમાઓ,પાપ કમાના મત શીખે માનવભવની મૂડીમળી છે, તે ભરી લે ધર્મને થેલો."
વસ્તુપાલ-તેજપાલ જ્યારે નોકરીએ રહ્યા, ત્યારે તેમણે એક શરત કરી હતી કે આપ ! જ્યારે આજ્ઞા કરશો, ત્યારે અમે અમારું શરીર આપવા પણ તૈયાર રહેશે, પરંતુ દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યેને અવિવેક જરાપણ સાંખી શકીશું નહિ, તે સિવાયની કેઈપણ આજ્ઞા માન્ય રાખશું, જુઓ! એમને સ્વધર્મ ઉપર કેટલે બધે પ્રેમ. અને શ્રધ્ધા હશે? ત્યારે આવી શરતેથી રાજાઓની નોકરી રહેતી વખતે રાજાઓને કહેવામાં ભય રાખે નથી, અને નેકરી કરતાં