________________
સબોધ યાને ધર્મનું સ્વરૂપ જન્મ થયો. આથી અજ્ઞાની શ્રદ્ધા પણ જે કયારેક ફળદાયી બને છે, તે જ્ઞાનપૂર્વક સમ્યક્ શ્રદ્ધા રાખવાથી તે શું ફળ ન મળે? શા મુખ્યત્વે બે પ્રકારની છે. (૧) અંધશ્રદ્ધા (૨) સભ્યશ્રદ્ધા.
સમ્યક શ્રદ્ધા થવાથી મિથ્થાબુદ્ધિ–અવિવેકી-બુદ્ધિને નાશ થાય છે. તેથી વિવેક જાગે છે. સત્ય પર ભાવ જન્મ છે. અને કુદેવ તથા કુગુરૂની ઓળખ થાય છે, આ ઓળખ થવાથી જીવાત્મા પછી સુદેવ–સુગુરૂ–અને સુધર્મની જ આરાધના કરે છે, આથી સમ્યક્ શ્રદ્ધા રાખી અનેક જે મુક્તિ પામ્યા છે. અને પામશે. માટે હે ભવ્ય ! તમે સર્વજ્ઞ કથિત સત્ય તત્ત્વમાં સમ્યક્ શ્રદ્ધા રાખો. શબ્દ-માત્રથી બધા દર્શનને સમાન કરવાની–સમાન ગણવાની બુદ્ધિ ન કેળવે આચાર્ય ભગવાનશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે હે ભગવાન તારા શાસન પ્રત્યે અમને પક્ષપાત નથી અને ઇતર શાસન પ્રત્યે અમને ષ નથી, પણ તારામાં સત્ય જોયું. માટે અમે અહીં આવ્યા છીએ. આત્મા માનવાની દૃષ્ટિએ બધાં આસ્તિક ! જેઓ આત્મા–પુણ્ય-પાપ-આગમ-પલેક નથી માનતા તે નાસ્તિક છે. આ કાંઈ ગાળ નથી, પણ વસ્તુસ્થિતિનું વર્ણન છે. આજનું વિજ્ઞાન વધ્યું તે શું વધ્યું ?
(૧) અમૂલ્ય સમયની બરબાદી કે નહિ ? અને પૈસાને દુર્વ્યય એટલે (બેટા માર્ગે જતા પૈસા) બધા જાણે છે. કે જગતમાં બે દેશ રશિયા અને અમેરિકા પિતાની હરિ