________________
ખંડ : ૧ લે નથી. તે પછી (પંચ પરમેષ્ટિને) પાંચને નમસ્કાર કરવાથી લાભ શું ?
ઉત્તર – તે બરાબર જ છે કે કોઈના સુખમાં અન્ય કોઈ કારણ નથી. બધાં સુખ-દુઃખનું કારણ માત્ર પોતાનાં સારાં-નરસાં કર્મ જ છે. અને તેથી જ ભગવાન શ્રી તીર્થકર દેવા અને સિદ્ધ પરમાત્માઓ વગેરે પાંચ પરમેષ્ટિ ભગવતાએ કોઈને સુખ આપ્યું કે કોઈનું દુ:ખ મટાડ્યું, એવું જેન સિદ્ધાંતમાં કયાંય બતાવ્યું નથી. અને એ જ કારણથી આ પાંચ પરમેષ્ટિ નમસ્કારને પણ સર્વ પાપ-નાશક વર્ણવેલા છે. અર્થાત્ આ પાંચ નમસ્કાર સુખદાયક કે દુખનાશક નથી. પરંતુ પાપનાશક હોય તે સુખદાયક અને દુઃખનાશક બની શકે છે. કારણ કે પાપને નાશ થયા વગર દુઃખને નાશ કે સુખની ઉત્પત્તિ થવી અશક્ય છે. પાપ નાશ ન થાય, ત્યાંસુધી દુઃખ નાશ, અને સુખની પ્રાપ્તિ થતી. જ નથી.
પ્રશ્ન- દુનિયાના બીજા બીજા દર્શનકારેએ દેવ-ગુરૂ અને ધર્મ માટે જે જે વિચારે બતાવ્યા છે, તેનાથી શ્રી જૈનદર્શનના દેવ-ગુરૂ-ધર્મનું સ્વરૂપ તદ્દન જુદું પડી જાય છે. એનું શું કારણ?
- ઉત્તર – દેવ-ગુરૂ અને ધર્મની ઉપાસના–સેવા-કીર્તનપૂજન વગેરે કરવાનું કારણ શું? એના જવાબમાં એજ ઉત્તર મળશે કે દુઃખ નિવારવા માટે અથવા સુખ મેળવવા