________________
ખંડ : ૧ લે
જેમ તદ્દન રાગદ્વેષ વગરના વીતરાગ કોઈને સુખ કે દુઃખ આપતા નથી. તે જ પ્રમાણે રાગદ્વેષથી ભરેલા હરિગદિ દેવ પણ કોઈને સુખ-દુ:ખ આપી શકતા નથી.
પ્રશ્ન - બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, બુદ્ધભગવાન, અને બીજા દેવ-દેવીઓ પોતાના ભક્તને માગી વસ્તુઓ પૂરી પાડે છે. એમ જગતના લોકો કહે છે. તે શું આ વાત સાચી નથી ?
ઉત્તર - બીલકુલ સાચી નથી, કારણ કે એ બધા દવાના ઘણા ભકત મહાભયંકર દુઃખ ભોગવતા હોય છે. જ્યારે તે જ દૈવના ઘણા નિદકો ઉરચ પ્રકારનાં સુખ પણ ભોગવતા નજરે નજર દેખાય છે. એટલે ભકતને સુખ અને વિરોધીઓને દુઃખ આપવાની અમુક દેવોની તાકાત છે, આ કહેવત બલકુલ સાચી નથી.
પ્રશ્ન- તો પછી ધર્મથી સુખ, અને પાપથી દુખ મળે છે. આ વાત પણ સાચી ન કહેવાય ને? કારણ કે દાળ કમ મનુષ્ય દુઃખ ભોગવે છે. અને ઘણા પી. મનુ મુખ ભેગવે છે. એટલે ધર્મથી સુખ અને પાપથી દુઃખ આ વાત સાચી શી રીતે?
ઉત્તર-ધર્મથી સુખ અને પાપથી દુઃખ આ વાત તદ્દન સાચી છે. અને તે યુક્તિથી પણ સમજાય એવી છે. ધર્મ કરવાથી આત્માને પુણ્યને બંધ થાય છે, જેમ બીજ વાવવા અંકુરા-છોડ, ઘડ. શાખા, પ્રશાખા, ફૂલ અને ફલ કમર કોલ કરીને થાય છે. બીજ વાવવામાં અને ફળને