________________
સોધ યાને ધર્મનું સ્વરૂપ. બચી જઈએ તે પુણ્યના ઉદયથી. અને અગવડ કે સંકટ ઉપસ્થિત થાય અથવા બુરી કે દુઃખી હાલતમાં ફસાઈ પડીએ તે પાપના ઉદયથી. એ વાત નકકી. પણ એ પુણ્ય અને પાપ આવ્યું ક્યાંથી? કહેવું પડશે કે સત્કૃત્ય કરવાથી અથવા - અમુક અંશે શુભ માર્ગે ચાલવાથી પુણ્ય આવ્યું અને અશુભ કાર્ય કે પાપાચરણથી પાપ આવ્યું.
ત્યારે પ્રશ્ન એ થાય કે શુભાશુભ માની સનાતન - સમજ મૂળમાં જગત ઉપર ઉતરતી રહી કયાંથી ?
જવાબ એ જ છે કે એ સમજ મૂળમાં મહાન જ્ઞાની પુરૂષથી ઉતરતી આવી છે. ત્યારે આ ઉપરથી એમ માની - શકાય છે કે જ્ઞાન પ્રભુની શિખામણ મુજબ ચાલવાથી પુણ્ય ઉપાર્જિત થાય. એ પુણ્ય દ્વારા જે સુખ પ્રાપ્ત થાય છે, તે સુખને આપનાર મૂળ તે તે જ્ઞાની પ્રભુ ગણાય.
અને તેજ પ્રમાણે જ્ઞાની પ્રભુની કલ્યાણમયી શિખામણ નહિ માનીને દુષ્કર્મના માર્ગે ચાલવાથી પાપ બંધાય અને તેના પરિણામે દુઃખી થવાય એ પણ જ્ઞાની ભગવાનની શિખામણ નહિ માન્યાનું પરિણામ લેખી શકાય.
દુનિયાના વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે જેને જેની સલાહથી લાભ કે સુખ મલે છે તે તેને પોતાને ઉપકારી માને છે. પિતાને સુખ કે લાભ અપાવનાર તેજ છે એમ માને છે. એ જ પ્રમાણે જ્ઞાની ભગવાનની શિખામણ પ્રમાણે - ચાલનાર માણસ સુખ મેળવે તે માટે જ્ઞાની ભગવાન ઉપકારી માની શકાય, કેમ કે એમના સદુપદેશ પ્રમાણે ચાલવાથી તેને સુખ મળ્યું. આજ દૃષ્ટિએ પરમાત્મા, ઈવર સુખ