________________
၉၈၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၅၉၄၉၄၉၄၉၄၉၉၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၉၉၉၉၉၉၉၉
હવે જે સત્વશાળી હોય, તે જ આપત્તિમાં સખાઈ થાય. તે માટે આપત્તિમાં સખાઈ થનારે બતાવે છે.
તે વંધવા ને ઘણો પ્રતિ . (જે છે.) જે પુરૂષ અથવા જે પ્રાણી (વા) કષ્ટ-આપત્તિને વિષે આપણા (હૃવંતિ ) હેય. અર્થાત કષ્ટ આપત્તિની વખતે જે આપણને સહાય કરે. (તે છે) તે પુરુષ અથવા તેજ પ્રાણી (વંધન ) બાંધવ કહીએ. અહીં પાઠાંતરે (વરિ) એ પણ પાઠ છે. તે (રતિ ) આપત્તિને વહે એટલે આપત્તિ નિસ્તાર કરે તે બાંધવ કહીએ. તે આપત્તિ એક દ્રવ્યથી અને બીજી ભાવથી એમ બે પ્રકારે જાણવી.
તેમાં દ્રવ્યથી આપત્તિ તે નિર્ધન થવું, કષ્ટ પામવું, રોગાદિ. પામવું, વહાલાને વિયેગ, દુજનને સંગ એ સર્વ દ્રવ્ય આપત્તિ કહીએ. અને ભાવ આપત્તિ તે દુર્ગતિયે જવું, ધર્મરહિત થવું તે ઈત્યાતિક આપત્તિમાંથી જે નિતારે તેને બાંધવ કહિયે. એના પર સિંહ તથા વસંત એ બે ભાઈનું દષ્ટાંત.
મગધ દેશે મહાલય નામક ગામે એક સિંહ તથા બીજે વસંત એ નામે સગા ભાઈ વસે છે. તેને માહે માંહે ઘણી પ્રીતિ છે. એક એક વિના રહી શકે નહીં. અનુક્રમે યોવન અવસ્થા પામ્યા. સાથે જ ભણે, પૃથ્વીમાં ભમે, દ્રવ્ય ઉપાજે, ભગવે, ખાએ પીએ, વસ્ત્ર વિલે. પનાદિ સર્વ સાથે જ કરે
એક દિવસ લઘુ ભાઈની ભાર્યા ભરને એકાંતે કહેવા લાગી કે તમે મુખ દેખાવ છો. કેમ કે જે ઘરમાં વાત થાય છે, તેની પણ તમને ખબર નથી ? એમ સાંભળીને તે પણ ચમકયો કે આ તે શું કહે છે ત્યારે બે કે તમારે મોટો ભાઈ મુખે મીઠા છે, પણ હૃદયે ધીઠ છે. પોતાની સ્ત્રીને કંકુ, વસ્ત્ર, ઘરેણુ તથા ખજુર પ્રમુખ સર્વ લાવી આપે છે અને દ્રવ્ય પ્રમુખ પણ ગાંઠે કર છે તમને ઘણું શું કહું ? પણ એના ફળ આગળ જાણશે. ત્યારે વસંત છે, જે પાપણ ! આવા જુઠા સંભેઠા શું લગાવે છે. કદાપિ જુગ પલટાય, તે પણ