________________
ગુણભાજન તે કરી શકીએ નહીં, તે પણ તેને અનશન કરાવ્યું, નવકાર લીધે, ચોરે પણ તેમ અંગીકાર કર્યો. ગુરુને વાંદ્યા, પછી આયુષ્યના ક્ષયે અરુણદેવ અને દેણ તથા ચેર એ ત્રણે મરીને દેવલાકે ગયા. તે માટે અપ્રમાદ તે પ્રાણીને હેતુ છે, ઈતિ સમરાદિત્ય ચરિત્રે .
હવે ભય તથા શરણુ પૂછે છે.
અહીં શિષ્ય ગુરુ પ્રત્યે પૂછે છે કે, ભગવન્! (માં પિં. ) ભય તે શું ? ગુરુ બોલ્યા કે, હે શિષ્ય ? (માયા ) માયા તે જ ભય, એટલે પરને માયા કપટ કરી ઠગવું, આળ દેવું તે ભય કહીયે. તે ઉપર સર્વાંગસુંદરનું દ્રષ્ટાંત કહે છે.
વસંતપુર નગરને વિષે જિતશત્રુ નામે રાજા રાજય કરે છે. તે નગરમાં ધનપતિ અને ધનાવહ નામે બે ભાઈ વસે છે. તેને ધનશ્રી નામે બહેન છે. પણ તે બાળપણથી રાંડેલી છે. પરક સાધવાની અથી છે. એવામાં શ્રી ધર્મઘોષ નામે આચાર્ય ત્યાં પધાર્યા. માસક૫ રહ્યા. તે આચાર્ય પાસે ધનશ્રી પ્રતિબોધ પામી. ભાઈ પણ ધર્મ સાંભળીને સમજ્યા. પછી ધનશ્રીએ ભાઈ પાસે દીક્ષાની આજ્ઞા માગી, પણ સંસારના નેહે કરી ભાઈએ આજ્ઞા આપી નહીં.
તે ધનશ્રી ધર્મમાં ઘણે ધનવ્યય કરે, તેથી ભેજાઈએ કલકલાટ કરવા લાગી. તે જોઈ ધનશ્રીએ વિચાર્યું છે. ભાઈને અભિપ્રાય જેવું કે, ભાઈને મારા ઉપર કે રાગ છે? જાઇથી મારે શું પ્રયોજન છે? એમ ચિંતવીને માયાએ આલેચ કરી એકદા તેણે સૂતી વખતે એક ભેજાઈને ધર્મોપદેશ કહેવા માંડે. તે ધર્મ કહીને પછી જેમ તેને ભર્તાર સાંભળે તેમ તેને કહ્યું કે, ઘણું કહે શું થાય? સાડી સંભાળી રાખીએ. તે સાંભળીને ભાઈએ વિચાર્યું કે, એ મારી સ્ત્રી નિશે દુચારિણી દેખાય છે. તેથી જ મારી બહેને એને શીખામણ દીધી.
૧૫ર