________________
ပုန်းနေပုံရသ વિવાહ કર્યો. લગ્ન માટે જે દિવસ આવ્યો તે દિવસે ત્રણે પરણવા આવ્યા. માતા, પિતા સહુ ચિંતાતુર થયા કે કન્યા તે એક ને વર ત્રણ માટે હવે કેમ કરશું? એવા અવસરે કન્યાને સાપ કરડયો. તેથી મરણ પામી. તે વાત ત્રણે જાણી, ત્યાં આવ્યા. તેમાં એક કહેવા લાગ્યું કે કારિમ પ્રેમ શા કામને ? જેની સાથે, સાથે હોય તેને વિરહ કેમ ખમાય તે માટે હું તેની સાથે બળી મરીશ. બીજે અન્ન ત્યાગી અનશન લઈને બેઠે. ત્રીજે બુદ્ધિવંત હતો ત્યારે વિચાર્યું. એ કાયરનું કામ, ઉદ્યમ કરીયે તે વધુ સારુ થાય. એમ ચિંતવી દેવતાને આરાધ્યો. દેવે તુષ્ટમાન થઈ સંજીવન મંત્ર આપ્યું. તે મંત્રથી કન્યા જીવતી થઈ. હવે પરણવા માટે પહેલા બેલ્યો. મેં દુષ્કર કરણી કરી છે. કારણ કે હું એની સાથે અગ્નિમાં પેઠો હતે. બીજો બેલ્યો. તે શું દુષ્કર કર્યું. મેં તે એની પાછળ અનાજળ ત્યાગ કર્યો હતે. હવે ત્રીજો બેલ્યો. તમારી સર્વ મહેનત ફોગટ છે. તમને તથા સીને જીવતા રાખ્યા છે. એટલી વાત કહીને રાણું બોલી. છે દાસી, કન્યા એક અને વર ત્રણ ત્રણે કન્યા પરણવાના અથી છે. તે એ કન્યા કોને આપવી? તે તું કહે દાસી બોલી, હે સ્વામિનિ ! ખબર મને પડતી નથી. માટે તમે જ કહે. કન્યા કોને આપવી? ચિતારી રાણી બેલી. મને ઉંઘ આવે છે. માટે હમણા ઉંઘી જઈયે. કાલે વાત. રાજાને વિસ્મય ઉપજે. પરમાર્થ ન જડયો. તે માટે રાજાએ એને જ બીજે દિવસે વારે આપ્યો. દાસી બેલી, સ્વામિનિ ગઈકાલની અધૂરી વાત કહે. તેનું મને ઘણુ કૌતુક છે. અનંગસુંદરી બોલી, તે રાજા આગળ જતાં પ્રધાને વિચાર કર્યો જેણે જીવાડી તે કન્યાને બાપ કહેવાય. બળવા તૈયાર થયે તે ભાઈ કહેવાય. માટે જેણે અનશન કર્યું તેને કન્યા આપવી જોઈએ.
તે સાંભળીને દાસી બેલી. બીજુ કોઈક સુંદર દષ્ટાંત કહે. ત્યારે ચિતારી બેલી કે કઈક નગરમાં રાજાની આજ્ઞાએ અંતેશ્વરને માટે આભૂષણ ઘડાવવા માટે બે સુવર્ણ કારને ભેંયરામાં નાંખ્યા તે
ઉપર