________________
યાનું કારણ છે. તેમજ પરભવને વિષે નરકમાં ઘેર દુખ ભોગવે છે, પરમાધામી ત્રાંબાની પુતળી સાથે આલિંગન કરાવે. એવું મુનિ કહે છે તેવામાં અનંગકેતુને તર્જના કરતા એને પતિ ઉઘાડે શસ્ત્ર આવ્યો. અનંગકેતુ પણ સામે લડવા તૈયાર થયે. અને કહેવા લાગ્યા. હે. માતંગીના ધણું તું આજે કર્મથી મરેલે જાણજે. એમ આક્ષેપ કરતે યુદ્ધ કરવા લાગ્યો. તે બંને જણ યુદ્ધમાં મરણ પામ્યા. તે સ્ત્રી પણ અપરપતિ જે અનંગકેતુ તેની સાથે બળી મરી. ત્યારે ચારણ મુનિ શોક કરવા લાગ્યા. તે દેખીને જયમાલિએ પૂછયું. તમે શેકવંત કેમ થયા છે ? મુનિ બેલ્યા. એ વિદ્યાધર સંસારીપણે મારે ભાઈ છે. તે નવકાર વિનાને મરણ પામે તેનું દુઃખ થાય છે.
એવું સાંભળી, વંદના કરીને કહ્યું. હે ભગવંત ! મને પરણી ગમનનું વ્રત આપે. ત્યારે મુનિ બોલ્યા, પ્રથમ વ્રતનું સ્વરુપ કહું છું. પરસ્ત્રીના બે ભેદ છે, એક વૈક્રિય, બીજી ઔદારિક શરીર સંબંધી તેમાં પણ ઔદારિકના બે ભેદ, એક મનુષ્ય સંબંધી, બીજી તિયચ સંબંધી, તેમાં પણ મનુષ્યની, પણ બે ભેદ. એક પરણેલી સ્ત્રી, બીજી રાખેલી, એટલા ભેદમાં જે ભાગે વ્રત તે શું વ્રત છે. એ વ્રતના પાંચ અતિસાર છે. તે કહું છું. તેમાં પ્રથમ અગ્રહિતાગમન. બીજું ઇત્વર એટલે અલ્પકાળ સુધી બીજી સ્ત્રીને રાખે; એ બે અતિચાર સેવતા વ્રત ભાંગશે. એવું પિતે જાણતા છતાં સેવે તે વ્રત ભંગ થાય. તથા કદાચિત વિધવાગમન અથવા વેશ્યાગમન કરવા ગયા અને વ્રત સાંભર્યું કે મારે તે પરસ્ત્રીનું પરચખાણ છે. અને છતાં મનમાં વિચારે કે એ મારી સ્ત્રી છે. એમ કહીને ગમન કરે તે પણ અતિચાર લાગે. તથા જાને ભોગવે તે વ્રત ભાંગે. ત્રીજે અનંગ ક્રીડા અતિચાર તે સ્ત્રીબાદિકને વગન, ચુંબન આદિ કરે. તથા પારકા વિવાહાદિ મેળવે, સાટા કરે. એ પવિવાહકરણ ચે અતિચાર લાગે. તથા તીવ્ર અનુરાગ રાખે. રાત્રિ દિવસ કંદર્પમાં ચિત્ત રાખે એ પાંચ અતિચાર એ પાંચે અતિચાર વર્જવા.
૩૯૪