________________
સૌભાગ્ય, શીલાદિક ગુણ કરીને દેવતાને પણ વલલભ છે. અન્યતા ધર્મ રુચિ મુનિને પ્રભાસ ગણુધરે કહ્યું. તમે રાજગૃહ નગર જઈ યજ્ઞપ્રિય બ્રાહાણને બંધ કરે. તે સાંભળી અનુક્રમે ધર્મરુચિ અણગાર રાજગૃહે પધાર્યા. વિચરતા થકા યજ્ઞપ્રિયને ઘેર આવ્યા. યજ્ઞપ્રિયે પણ સજાગ થઈ ઉભા થઈ આસન આપ્યું. તે આસને મુનિ બેઠા. મુનિને યજ્ઞપ્રિયે પરિવાર સહિત વંદના કીધી, મુનિ પણ વીરપ્રભુના ગણધરે મારા મુખે કહેવડાવ્યું કે મનુષ્યભવાદિક સામગ્રી દુર્લભ પામીને ધર્મકાર્યમાં જરાપણ પ્રમાદ ન કરે. બ્રાહાણે પણ વચન અંગીકાર કર્યું. વળી મુનિ બેલ્યા. તમારા વ્રતને નિવહ સુખે થાય છે? વિપ્ર બેલ્યો. તમારા પસાયથી સુખે નિર્વાહ થાય છે. આગળ તે કોને ખબર શું થશે? કારણ કે સુરપ્રિય સૌભાગ્યવંત અતિશયવંત છે. તેને પગલે પગલે સ્ત્રીએ પ્રાર્થના કરે છે. તે માટે હે ભગવાન ! જે એ નિર્મલ શીનું ખડન કરશે તે શરદના ચંદ્રમા સરખુ અમારું કૂલ છે. તેમાં કલંક લાગશે તે સાંભળી મુનિ બોલ્યા. હે વિપ્ર ખેદ ન કરો, એ પુન્યાનુબંધી પુન્યવાળે છે. માટે તે અકાર્ય કેમ કરે ? તે સાંભળી વિપ્ર છે . એણે પૂર્વે શું સુકૃત કર્યું છે ? તે કહે. ત્યારે મુનિ બેલ્યા. એ પાછલા ભવમાં વાણારસી નગરીનાં અરિમર્દન રાજાને
જ્યમાલિ નામે પુત્ર હતા. તે એકદા વસંતતિલક નામે ઉઘાને કડા કરવા ગયે. ત્યાં અશોક વૃક્ષ નીચે ચારણ મુનિને જોયા. તેને ભક્તિએ નમસ્કાર કર્યો, તેમના મુખ આગળ બેઠે. એવામાં અનંગક્ત નામે વિદ્યાધર સ્ત્રી સહિત ત્યાં આવ્યું. તે મુનિને વંદના કરી બેઠે ત્યારે મુનિએ વિદ્યાધરને પૂછયું કે વિદ્યાધર ! એ રૂપવતી અબલા કેણ છે? ત્યારે તે ચારણમુનિને નમીને લજજાએ માથુ નીચું કરીને બેચે. એ તારાચંદ્ર નામે વિદ્યાધરનાં સ્વામિની પુત્રી છે. એને ભર્તાર માતંગી સાથે રક્ત થયા. ત્યારે એ ભર્તાર ઉપર વિરક્ત થઈ એવું જાણીને મેં એને અંગીકાર કરી છે. મુનિ બેલ્યા! હે ભદ્ર! પારસી ગમન કરે તે પુરુષને પિતાના કુલમાં કલંક છે. તથા વૈર અને અપ
૩૯