________________
તે જોઈને શાકને હર્ષ થયે. હવે કુમારને આગળ જતાં અટવામાં એક સરેવર આવ્યું. ત્યાં સૂર્ય આથમ્ય, હાથપગ ધોઈને આંબાનાં વૃક્ષની નીચે પાંદડાને સંથારો કરી સૂતા. વયરસેને મોટા ભાઈને પૂછયું. પિતાને રોષ ચઢાવાનું શું કારણ હશે? મેટો ભાઈ . મને કાંઈ ખબર નથી. પણ ઈર્ષાથી શેક માતા રુઠી લાગે છે. સ્ત્રીના પ્રેર્યા
ગાંધ પુરુષ શું શું નથી કરતા? અથવા તે એ માતા ઉપકારી થઈ. જેથી દેશદેશાંતર જોવા મળશે. દેવદર્શન થશે. એમ વાત કરીને માટે ભાઈ સૂઈ ગયે. નાનો ભાઈ બેઠે. એવા અવસરે આંબા ઉપર એક સડો સૂડી રહે છે. તેમાં સૂડે સૂડીને કહે છે. આપણા વૃક્ષ નીચે બે પુરુષ આવ્યા છે તે પ્રાણાગતી કરવા યોગ્ય છે. પણ આપણી પાસે કંઈ નથી. શું કરીએ ? સૂડી બોલી, તમને યાદ નથી. આપણે સુકુટ પર્વતે ગયા હતા. ત્યારે વિદ્યાધરે મંત્રીને બે આંબા વાગ્યા હતા. તે વખતે વિદ્યાધરએ પરસ્પર કહ્યું હતું કે એક આંબાનું લઘુ ફળ ખાધા પછી તેનું ફળ ગળે અને જ્યાં સુધી પેટમાં રહે ત્યાં સુધી નિરંતર સૂર્યઉદયે પાંચસે દ્રવ્ય મુખમાંથી નીકળે. બીજું મોટું આંબાનું ફળ ખાય તેને સાતમે દિવસે રાજ્ય મળે. તે માટે એ ફળ લાવીને બંનેને એકેક આપીયે. પછી તે શકયુગલે ફળ લાવી આપ્યા. વયરસેને એ બે ફળ પડેલા જોયા. તે લઈને છેડે બાંધ્યા. અને વિચારવા લાગ્યો કે શું એ વાત સાચી હશે ? અથવા વિદ્યામંત્રને પ્રભાવ અચિંત્ય છે. માટે કાંઈ કહી શકાય નહિ.
હવે મોટો ભાઈ જાગે, પછી નાનો ભાઈ સૂતે. પ્રભાતે બંને આગળ ચાલ્યા. મેટું ફળ મોટા ભાઈને આપ્યું. અને લઘુ ફળ પોતે લીધું. પછી તેઓ સરેવર જઈને મુખશુદ્ધિ કરીને પાંચસો સોનામહેર હેઠળ પડયા. તે લઈને મોટા ભાઈ સાથે જઈને વસ્ત્ર, આભૂષણ, વિગેરે લઈ આવ્યા, મોટા ભાઈએ પૂછ્યું. તારી પાસે દ્રવ્ય કયાંથી? લઘુભાઈ છે, આપણા પિતાને દાણનું દ્રવ્ય આવતું તે મેં ભંડારમાં ન મૂકતા મારી પાસે રાખ્યું છે. એમ વાત કરતા કાંચનપુર નગરમાં પહોંચ્યા.
૩૯