________________
એકદા તે ચરે વ્યવહારિયાના ઘરમાં ખાતર પાડીને સુવર્ણ લીધું. એવામાં ઘરનાં લેક જાગ્યા. તેઓએ પિકાર કર્યો. એટલે કોટવાળે ચોરને પકઠ. પ્રાતઃકાલે સૂર્યનાં ઉદયે ચેરની વાત રાજાને કહી. રાજાએ કહ્યું. એ જગતને શત્રુ છે માટે એને વિટંબના કરી મારે ત્યારે કેટવાળે લીંબડાના પત્રની માળા કરી. કરણની માળા તથા સરવલાની માળી કરી વય મંડને મંડિત કર્યો. જુના સહેલા સપડાનું છત્ર ધર્યું. ચોરેલુ ધન ગળે બાંધ્યું. ગધેડા ઉપર બેસાડ્યા. દડેરાનું વાજુ વાગતે ચબુતરે એમ કહેતા હતા કે જે લેકે સાંભળે. આ હુંડીક ચોરે ચેરી કરી છે. માટે એને મારવા લઈ જઈએ છીએ. માટે જે કોઈ ચેરી કરશે તે અન્યાય રાજા ખમશે નહિ તેથી કંઈ ચોરી કરશે નહિં. આમ બેલીને તેજ વેળા યષ્ટિમુષ્ટિ વડે તાડના કરતા હતા. ત્યાં વિદ્રય લેકે છેલતા હતા કે જે પિતાના પાપનું ફળ કેવું પામે છે. સજજન લેક કરુણા નજરથી નેતા હતા. બાંઠીયા લેક હાંસી કરતા. મુનિરાજ કર્મના ફળ વિચારતા કહે છે કે એવા પાપકર્મ ન કરવા. એ રીતે ચારે દુદત પરિવારે પરિવ. કઈ દિશા સૂઝે નહિ. એમ માડુંઅવળુ જેતે વિટંબના પૂર્વક આખા નગરમાં ફેરવીને કેટવાળે વધ સ્થાનકે આર્યો. પછી તેને શૂળીએ ચઢાવ્યો. ચર પુરુષ છાના જેવા રાખ્યા. જે એને કોણ મદદ કરે તે તેને નિગ્રહ કરે. એવા સ્થાનને વિષે ચારને તડકાને તાપ લાગે. લોહીની ધાર નીકળે. અત્યંત તરસ લાગી. તે વખતે જે કઈ નજીક નિકળે તેની પાસે પાણી માંગવા લાગ્યું.
એવા અવસરે જિનદત્ત શ્રાવક તે માર્ગે આવ્યા. તે શેઠ પાસે પાણ માંગ્યું ત્યારે દયાવંત શેઠ બોલ્યા, તને હું પાણી પાઈશ. પાણી લેવા જઉં છું. માટે નવકાર મંત્ર સંભારે તે સ્વર્ગે જઈશ. તે સાંભળતા નવકાર મંત્ર સંભળાવવાનું કહ્યું. શેઠે નવકાર મંત્ર સંભળાવ્યું. તે વારંવાર સંભારવા લાગ્યા. જિનદત્ત આવક પાણી લઈને આવે એટલામાં ચાર મરાયુ પામ્યા. મરીને મહર્ષિ દેવ થયે.
૩૧