________________
છે. એ સંબધે સત્તરમી ગાથા કહે છે. जूए पसत्तस्स धनस्स नासो, मंसं पसत्तस्स दयाइ नासो ॥ मज पसत्तस्स जसस्स नासो, वेसा पसत्तस्स कुलस्स नासो (१०)
અર્થ :- નૂણ પરાસ્ત ઘાત ના છે જે પ્રાણું જુગટ રમવાને વિષે આસક્ત હોય, તે પ્રાણીનાં ધનને નાશ થાય એટલે જુગટુ રમવામાં આસક્ત હોય તેને ધનને નાશ થાય. તે ઉપર વળકુબેરનું દષ્ટાંત કહે છે. એ જ પુસ્તકનાં બીજા ભાગમાં શ્રી નેમીશ્વર ભગવાનનાં રાસમાં આવેલ હેવાથી અહિં લખી નથી. તથા પાંડવ ચરિત્રમાં પણ છપાઈ ગયેલ છે. હવે બીજા પદને અર્થ કહે છે. મંત્ર' vસરણ રચા ના છે જે પ્રાણ માંસને વિષે આસક્ત હોય તે પ્રાણી હિંસા કરીને કડવા વિપાક ભેગવે છે, તે ઉપર સદામની કથા
એકદા શ્રીકૃષ્ણનાં પિતા વસુદેવજી ફરતા તૃણુસેજકપુરને વિષે આવ્યા. ત્યારે રાત્રી પડી ગઈ હતી. તેથી બહાર દેવકુલમાં સૂઈ રહા. એવામાં એક રાક્ષસ આવ્યો. તેણે વસુદેવજીને ઉઠાડયા. અને તેને ઉપાડીને લઈ જવા માંડયા, એટલે વાસુદેવજીએ મુષ્ટિ પ્રહાર કર્યો એમ કરતાં બેઉને યુદ્ધ થયું. પ્રથમ બાયુદ્ધ કર્યું. પછી શસ્ત્રયુદ્ધ કર્યું. પછી રાક્ષસને પકડીને જેમ ઘેબી શીલા ઉપર વસ્ત્ર પછાડે. તેમ શિલા ઉપર પછાડ. તેથી રાક્ષસ મરણ પામે, એવામાં સવાર પડયું. ઘણા લેક ભેગા થયા. તેઓ ઘણું આદરમાન દઈ શ્રી વસુદેવજીને રથ ઉપર બેસાડી ઘણું વાજિંત્ર વાજતે નગરમાં લઈ ગયા. સહુએ મળી વસુ. દેવજીને પાંચસે કન્યા દેવા માંડી. પરણવાને આગ્રહ કર્યો. વસુદેવજી છેલ્યા. હમણાં હું પાણિગ્રહણ નહીં કરું. એક વાર તમે વાત કહે કે એ અધમ પુરુષ કોણ હતા? જેને માર્યા થકી તમને આવડે હર્ષ ઉપજે છે. ત્યારે તેમાંથી એક પુરુષ છે .
કલિંગદેશે કાંચનપુર નગરને વિષે જિતશત્રુ નામે રાજા રાજ્ય કરે છે. તેને સદામ નામે પુત્ર છે. પણ તેને સહજ સ્વભાવે માંસ
૩૮