________________
નામ શું ? તમારું શેત્ર શું ? મુનિપણું શાને અર્થે લીધું છે ? આચાર્યની સેવા કેમ કરે છે ત્યારે સંયતિમુનિ બોલ્યા કે મારું સંયતિ નામ છે. હું ગૌતમગેત્રી છું. ગર્દમાલી નામે મારા આચાર્ય છે. હું જીવશાતથી નિવર્યો છું, માટે માહણ છું. મુક્તિના અર્થે ક્રિયા કરું છું. આચાયની આજ્ઞા પ્રમાણે સેવા કરું છું. એટલા માટે જ વિનિત કહેવાઉં છું.
વળી વગર પૂછયે મુનિ બેલ્યા હે મુનિ ! ક્રિયાવાદી અક્રિયાવાદી, વિનયવાહી, અને અજ્ઞાનવાદી એ ચારને જે નવતત્વનાં જાણ પુરુષને છે તે કુત્સિત કહે છે. હીણા કહે છે. એમ તત્વના જાણ લાયકજ્ઞાની મહાવીરસ્વામિ કહે છે. તેનું ફળ દેખાડું છું. પાપકારી જીવ હોય તે ઘર નરકે જાય છે. શુદ્ધ પ્રરુપણારૂપ ધર્મ જે સેવે તે સદગતિ જાય છે. માટે ક્રિયાવાદીના જે વચન છે તે માયાવી હોવાથી શૂન્ય હેય છે. તેની મૂષાભાષા હોય છે. તે કારણે હું તેનાં વચન સાંભળતું નથી. અને પૈગ્ય સ્થાને વસું છું. ગોચરી જાઉં છું એવી રીતે ક્ષત્રિય મુનિ સંયતિ રાજઋષિને સ્થિર કરવા કહ્યું.
ક્રિયાવારી પ્રમુખ મિચ્છાદષ્ટિ, અનાર્ય સર્વને મેં જાણ્યા છે. પરલેક છે. મારા આત્માને સાગરીતે જાણું છું. પાંચમે દેવલોકે મહાપ્રાણુ નામે વિમાનને વિષે મહાકાંતિવંત ઉત્કૃષ્ટ ગાઉએ દેવતા હતા. ત્યાંથી એવી મનુષ્યભવમાં આવ્યું. જાતિસ્મરણજ્ઞાને કરી હું સર્વ જાણું છું અને વિશેષ જ્ઞાને કરી પિતાનું અને પરનું આયુષ્ય જાણું છું !
વળી સાંભળે. હું શુભાશુભ સૂચક પ્રશ્ન તથા ગૃહસ્થના ઘર સંબંધી કાર્ય જે કહેવા તે વર્જ્યો છું. માટે જે કઈ એવા માગે ચાલે તે આશ્ચર્યકારી જાણવા, મેં જે આયુષ્ય સંબંધી વાત કરી તે જિનશાસનમાં જ છે. બૌદ્ધમાં નથી. માટે જિનશાસનમાં ઉદ્યમવંત થવું. માટે તમને ઉપદેશ દેતા કહું છું કે અસ્તિકસ્વભાવ કેળવજે. નાસ્તિક સ્વભાવ તજજે. અને સમ્યજ્ઞાને સંયુકત થયા થકા દુખે આચશય એવું કરજે ધર્મધ્યાન.