________________
મણિરત્નનાં અજવાળે કામ કરે. બહાર નીકળે જ નહિં. તે બેમાં એક બાવ્યો. હે ભદ્ર! હમણું રાત્રિ પડી છે. કે દિવસ છે? બીજે બોલે, રાત્રિ છે એટલું સાંભળીને દાસી પૂછવા લાગી. કે હે સ્વામિનિ. સદા ઉદ્યોતમય સ્થાને રહેતા તેણે શત્રિ કેમ જાણી? કેમકે ત્યાં ચંદ્ર, સૂર્યની ખબર તે પડતી નથી. રાણું બોલી. હે સખી મેં આજે દહિં સ્વાદવંતુ ખાધું છે માટે ઊંઘ આવે છે. કાલે વાત. એમ કહી સૂઈ ગયા. રાજાએ વિચાર્યું આગળ શું આવે એ જાણવા માટે ત્રીજે દિવસ પણ આપ્યો. ત્રીજે દિવસે દાસી બોલી હે સ્વામિનિ! કહે શત્રિ કેમ જાણ? ત્યારે અનંગસુંદરી બેલી. તે રતાંધળે હતું એટલે રાત્રિ જાણી
વળી દાસી બોલી. કાંઈક સરસ કથા કહે. તમને હાથ જોડીને કહું છું રાણી કહેવા લાગી. કેઈક રાજાનાં નગરમાં બે ચોર રહે છે તેણે એક દિવસ વિચાર્યું કે કઈક ધનવંતનું ઘર પાડી ધન લઈયે. એમ ચિંતવને કઈક ધનવંતનાં ઘરમાં પેઠા. ત્યાં બાપ તક વ્યાપારનું લેખુ કરતા હતા તેમાં એક કેડીને હિસાબ નીકળતું નથી. ત્યાં બાપે દીકરાને ગાલ ઉપર ખાસડુ માર્યું. તે દેખી ચોરે વિચાર્યું यत:॥ आबालानुलंबित मलीमसाटकानां, मित्रादपि प्रथमयाचितभाटकानाम् । पुनादपि प्रियतमैकवराटकानां, वयं दिवः पततु मूनि वराटकानाम् ॥ તે માટે વાણીયાને દ્રવ્ય ઘણું વહાલું હોય, તેથી તેના ઘરે ચોરી કરશે તે હદય ફેટ થશે. તે માટે બીજા ઘરે ન હોય ત્યાં જઉં એમ વિચારી વેશ્યાને ઘેર ગયા. ત્યાં વેશ્યા એક કઠી પુરુષને કહે છે. તું મારે સવામિ પરમેશ્વર જેવું છે. આ પ્રાણ તમારા છે. એ સાંભળી ચોર વિચાર્યું કે એ મહાકટે ધન ભેગું કરે છે. માટે એનું દ્રવ્ય લેવું ઉચિત નથી. માટે રાજાનું ઘર ફોહીયે. રાજાને ઘરેથી ધન લઈ જતાં ચોકીયાતે પકડે. રાજા પાસે લાવ્યા. રાજાએ ધન લઈને ચોરને પેટીમાં પુરી પેટી નદીમાં તણાતી મૂકી. કેટલેક દિવસે પેટી તણાવ