________________
વળી દિવસમાંતરે પૂર્વ દિશામાં અયોધ્યાને વિષે બ્રભાદિ પાંચ તીર્થંકરનાં જન્મ કલ્યાણકનો મહિમા વર્ણ. વળી હસ્તિનાપુર નગર આવ્યું. તેનું વર્ણન કેકાણે કર્યું. જેમાં શાંતિ, કુંથુ અને અરનાથ ત્રણે તીર્થકર તથા સનસ્કુમારાદિક પાંચ ચક્રવતિ વળી ચરમ શરીરી પાંચ પાંડવ ઉત્તમ પુરુષોની ઉત્પત્તિ સ્થાન. બાષભદેવ પ્રભુએ વષીતપનું પારણુ કર્યું. શ્રેયાંસે પ્રથમ દાન દીધું. શાંતિ, કુંથુ, અરનાથનાં એક મોક્ષ કલ્યાણક સિવાય શેષ કલ્યાણક અહિ થયા. વિણકુમાર લાખ
જનનું રુપ કરીને સાધુનાં દેવી નમુચીને શિક્ષા કરી. સૌધર્મેન્દ્રનાં જીવ કાર્તિક શેઠે રાજાના આગ્રહથી ગૌરીક તાપસને પીરસતાં વૈરાગ્ય ઉપજે. તેથી એક હજાર આઠ વાણેતર સાથે દીક્ષા લીધી. ઇત્યાદિક વૃત્તાંત કહ્યો. શાંત્યાદિ ચકી અહિં થયા.
તે સાંભળી ચમત્કાર પામતા રાજાએ ચક્રવર્તિનું સ્વરૂપ પૂછયું. ત્યારે સર્વ વાતમાં નિપુણ કોકાશે કહ્યું કે હે રાજન સાંભળે ! ચક્ર- . વતિને છખંડ ભરતક્ષેત્રનાં, નવનિધાન, ચૌદરત્ન, ત્યાં પ્રથમ નવનિધાનનાં નામ કહે છે. નૈસપિ, પાંડુક, પિંગલ, સર્વરત્ન, મહાપા, કાલ, મહાકાલ, માણવક અને શંખ એ નવનિધાન શાશ્વતા પુસ્તક છે. પ્રત્યેકે આઠ ચકે અધિઠિત છે. આઠ યેજન ઉંચા છે. મંજુષાકારે. છે. સદા ગંગાને કાંઠે રહે છે. નવજન વિસ્તારે છે. બાર જન પહેલા છે. તેને મૈતૂર્ય મણિનાં કપાટ છે ચંદ્ર, સૂર્યનાં લક્ષણ છે. સમવતને સહિત છે. એક પહોપમ આયુષ્યવાળા પ્રત્યેક નિધાનને એકેક દેવતા તેના અધિપતિ છે.
હવે સેનાપતિ પ્રમુખ ચૌદરત્ન કહીયે છીયે. તેમાં એક સેનાપતિ રતન તે ગંગા, સિંધુને પેલે પાર વિજય કરવા સમર્થ, અપ્રતિહત શક્તિવંત છે. બીજુ ગૃહપતિ રત્વ તે શાભ્યાદિ સર્વ ધાન્ય, સર્વ ફલ, સર્વ
શાક, તત્કાળ નિપજાવનાર હોવાથી ચકિનાં સર્વ સૈન્યને પુરુ પાડે એવું છે. ત્રીજુ પુરોહીત રત્ન તે સર્વશુદ્રોપદ્રવ શમાવનાર, શાંતિકર્મ કરનાર ચોથું હસ્તિરત્ન, પાંચમુ અધરન અત્યંત વેગવાળા ને પરાક્રમી છે.
૩૬૫