________________
એવા તે પાપીમિત્રનાં વચન સાંભળીને વરદત્તને ઘણે રેષ થ. તે ઘેર ગયે એટલે જિનમતી તેના પગ પખાળવા પાણી લાવીને તેના સુખ આગળ આવી ઉભી. તેવારે તેણે રસ કરી છરી લઈને નાક જિનમતીનું કાપી નાંખ્યું, તેથી હાહાકાર થઈ ગયે. સર્વ કુટુંબીઓ ભેગા થયા, સહુએ વરદત્તને ઠપકે દીધે. રે પાપી ! નિકરુણ ! કુલમાં કલંક પણ ન વિચાર્યું, સજ્જનનેહ ન ગણે, આ લેકને વિષે અને પરલેકને વિષે દુખદઈપણું ન વિચાર્યું ? એ જિનમતી સમસ્ત ગુણવંતી છે. તલતુષ માત્ર પણ જેમાં ષ નથી, કારણ કે ઉત્તમકુળ, ઉત્તમ જાતિ, મનહર રૂપ, મધુર વાણી, વિનયવંતી, પર પુરુષ સામું પણ જુવે નહિં, લજજાવાળી, એના ગુણે કરી સકલ કુટુંબ એને વશ થઇ રહ્યું છે. જે ભદ્રએ સ્ત્રીએ તારે શું અપરાધ કર્યો છે? ચંદ્રમાં સરનું નિર્મળ શીલ છે, તેને તે શું કર્યું? એ કોલાહલ સાંભળીને રાજપુરુષ આવી વરદત્તને પકડી રાજા પાસે લાવ્યા. રાજાએ પૂછયું, રે ભદ્ર! એ સ્ત્રીએ તારા શે અપરાધ કર્યો? તે માટે રાજકુલે જણાવ્યા વિના તેં તારા હાથે જ નિગ્રહ કર્યો? વરદત્ત બોલે, મારે સાગર મિત્ર છે, તે એને સર્વ અપરાધ જાણે છે. રાજાએ અનુચરોને કહ્યું કે જાવ સાગરને તેડી લાવે. તે સાંભળ કેટવાળ તેને ખોળવા ગ. ખોળતા થકા કઈ વનમાં નાસતે પકડ, અને બાંધીને રાજા પાસે લાવ્યા, રાજાએ પૂછયું, રે દુરાચારી, એ મહાસતીએ શો અપરાધ કર્યો? સાગર ધ્રુજતે થકી કાંઈ બોલ્યા નહીં, ત્યારે કરવાના પ્રહારે માર માર્યો, પછી જે હવે તે વૃત્તાંત કહ્યો. રાજાએ બેહને અન્યાય કરનાર જાણ બંદીખાને નાંખ્યા.
કુલવંતી સ્ત્રીને ભર્તાર ગમે તેવી ભૂલ કરે, તે પણ ભર્તાર ઉપર માઠું ન ચિંતવે. જેમ શેલડીને પીલે તેમ મધુર રસ આપે તેમ જિનમતીએ ભર ઉપર અથવા સાગર ઉપર લેશ પણ દવેષ ન કર્યો. જેનામતની વાસનાએ વાસિત થકી એમ ચિંતવે છે કે મેં ભવાંતરે દુષ્ટ કર્મ કર્યા હશે, એના પાપે મને ફળ ઉદયમાં આવ્યા છે. યતા
૪૦