________________
૧૧૧૧૧૨૦૧૧
૧૧૧
ઠામઠામ શાળાના કુલક્ષણે કરીને કેટલાક લોકો પ્રભુજીને મારવા લાગ્યા. કેઈક પ્રભુને બેડીમાં નાંખવા લાગ્યા. ઇત્યાદિક કથા શ્રી કલ્પસૂત્ર આદિમાં પ્રસિદ્ધ છે. ત્યાંથી જાણવી. એ ગોશાળ અભિનાની તથા નીચ પુરુષ હતે. અથવા આ જ ભરતક્ષેત્રને વિષે ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગરમાં દુષ્ટબુદ્ધિ અને સુબુદ્ધિ નામે બે વાણિયા વસે છે પણ તે બેનાં જેવા નામ તેવા ગુણ છે. તે બંને નિર્ધન છે. પણ કર્મસંગે બેહુને મિત્રાઈ થઈ છે. તે બેહ કાંઈક કરિયાણા લઈને પરદેશ ધન કમાવવા ગયા. અનુક્રમે કંઈક પુરાતન ગામને વિષે કેટલાએક દિવસ લેભથી રહ્યા. એક દિવસે સુબુદ્ધિ દેહચિંતાએ ગયા છે. એવામાં કોઈ જુના ખંડેરમાંથી કાંઈક નિધાન જડયું. તે દુષ્ટબુદ્ધિને દેખાડયું. હજાર સેનૈયા થયા. તે લઈને પિતાના નગર સમીપે આવ્યાં તે વખતે તે દુષ્ટબુદ્ધિ સુબુદ્ધિ સાથે વિચાર કરવા લાગ્યા કે એ ધન જે આપણે બેહું અર્થે અર્ધ લઈને ગામમાં જઈશું તે લેકમાં આપણે ભાર વધશે. ત્યારે રાજા જાણો. કે એમને નિધાન જયું છે. માટે લૂંટી લેશે. પછી જેવા હતા તેવા નિર્ધન થઈ જ માટે સે સો દ્રવ્ય લઈને બીજુ દ્રવ્ય તે તમારી હા હોય તે વડતળે દાટી દઈએ. તે વાત સુબુદ્ધિએ માની. પછી રાતે દાટીને ગયા. હવે દુષ્ટબુદ્ધિ તે અણધાર્યો ખરચ કરતાં થોડા દિવસમાં લાવેલું દ્રવ્ય ખાઈ ગયે. ત્યારે સુબુદ્ધિ સાથે લઈને વળી બીજા સે સે દ્રવ્ય કાઢી લાવ્યા, એક દિવસ દુષ્ટબુદ્ધિએ વિચાર્યું કે શેષ દ્રવ્ય જે રહ્યું છે તે એને ઠગીને હું જ લઈ લઉં' એમ વિચારી રાત્રિને વિષે તે ધન લેવા ગયે. લઈ આવ્યું. પ્રાત:કાલે સુબુદ્ધિને કહેવા ગયે કે આપણે દાટેલું દ્રવ્ય લઈ આવીયે. તે ચિંતા ટળે, તે વાત સરલસ્વભાવી સુબુદ્ધિએ માની. પ્રભાતે બે જણા ત્યાં ગયા. ત્યાં જોયું તે ધન જ ન મળે. તે વાર દુષ્ટબુદ્ધિ કપટથી બુમ પાડીને કહેવા લાગે કે અરે ! હું ઠગાણે. કોઇક ધન લઈ ગયું. પત્થર લઈ માથું કૂટવા લાગ્યા. અને સુબુદ્ધિ કહેવા લાગ્યું કે એ
૩૦૩