________________
પ્રભાતે રાજા વંદના કરવા આવ્યા. નગરનાં લેક પણ વદન કરવા આવ્યા. સહસ્ત્રમલ પણ આવ્યો. આવીને કેવલી પાસે બેઠે. ધર્મદેશના પ્રારંભી. અનેક જીવેનાં અતીત, અનાગત, વર્તમાન કાલના સંદેહ છેદ્યા. રાજાએ કેવલી ભગવંતને પૂછયું. હે ભગવંત ! તે ચાર કેણ હતા? અને હમણું તે કયાં છે? કેવલી બોલ્યા, હે રાજન! તે મારી પાસે બેઠા છે. પણ તે ઉપર દ્વેષ કરીશ નહિં. કારણ કે એનું મન હવે કુકર્મથી નિવસ્યું છે. કમરૂપ પર્વતનું ઉન્મેલન કરવાને વજાગ્નિ સરખું એવું જે ચારિત્ર લેવાના પરિણામ થયા છે. તે માટે હે મહારાજ ! એ મોક્ષનું અંગ પામ્યો. તેને સહાય કરવી ઘટે. રાજા બોલ્યો, આપે જે આજ્ઞા કરી તે પ્રમાણુ. પછી રાજને તેડીને સહમલ પિતાને ઘેર આવ્યો. જે ધન ચાર્યું હતું તે સર્વ એાળખાવીને ધણીને આપી દીધું. રાજાએ દીક્ષા મહોત્સવ કર્યો. સહઅમલ કેવલી પાસે ચારિત્ર લીધું. તેણે પ્રથમ દિવસે જ કેવલી પાસે અભિગ્રહ કયો. કે મારે જાવજીવ સુધી માસ–માસક્ષમણે પારણું કરવું. ગુરુએ તેની ઘણી પ્રશંસા કરી. સહસ્ત્રમલ પણ ગ્રહણ તથા આસેવન શિક્ષા ગ્રહણ કરીને પાંચ સમિતિ સમિતા, ત્રણ ગુપ્તિ ગુપ્તા, મુનિરાજ થયા. કઈ કાલે એક માસ, કઈ વેળા પાંચ માસ, કઈ અવસરે બે માસ, ત્રણ માસ, ચાર માસ, પાંચ, છ માસ એમ દુષ્કર તપ કરતાં અનેક વર્ષ વહી ગયા. દુર્ગતિ નિબંધન કર્મ ક્ષપિતપ્રાય થયું. કોઈક વેળા શુભ અધ્યવસાય ઉલયા, તેથી પકશ્રેણું માંડી, અપૂર્વકરણ કર્યું. અનુક્રમે અવેદી થયા. પછી મેહ ક્ષય થયે. ત્યાં જ્ઞાનાવરણીયાદિક કર્મ ક્ષય કરીને કેવલજ્ઞાન પામ્યા. કેટલાક કાળ કેવલી પર્યાયે વિચારીને પેગ નિરોધ કરી, શૈલેશીકરણે, સકલ કર્મ ક્ષય કરીને મોક્ષે ગયા. ઈતિ સહસ્ત્રમલ કથા. એનામાં બીજી ઘણું કળાએ હતી. તથાપિ જે ધમકલા ન આવી હોત તે દુર્ગતિએ જાત. અને જે ધમકલા આવી તે સિદ્ધિ, વર્યા. માટે ધર્મની કલા સર્વકલાને જીતનારી છે.
૩૪૯