________________
နေလိုနေ၀၉၉၀၉၉၇၉
વર્ષ એક ઓરડો ભરી રત્નને અગ્નિ લગાડે છે તે દેખીને રાજા તથા પ્રજા મળી તે શેઠની પ્રશંસા કરે છે. કે જુવે. કે શેઠ વૈશ્વાનરની કેવી ભક્તિ કરે છે ? તે અગ્નિનામે ભગવાનને વર્ષો વર્ષ રને કરી સંતોષે છે. એમ પ્રશંસા કરતાં રહે. તે શેઠ પણ હર્ષ કરીને પ્રતિ વર્ષે રત્નને એરડે અગ્નિએ બાળીને દેવની ભક્તિ કરે છે. એક વર્ષ જેવો શેઠે અગ્નિ લગાડે તેવા વખતે ભાવિભાવથી પ્રચંડ વાયુ વા. તેણે કરી અગ્નિ વિસ્તાર પામ્યું. તેથી રાજાને મહેલ પ્રમુખ સર્વનગર બળીને ખાખ થયું, ત્યારે રાજા તથા પ્રજાએ વિચાર્યું કે એને પ્રથમથી નિષેધ કર્યો હોત તે ઘણું સારું થાત, આપણે એની પ્રશંસા કરી. એ પ્રશ્ચાત્તાપ કરી દંડીને તે વાણીયા ને કાઢી મુક્યો. એ રીતે હે આચાર્ય તમે પણ અવિધિએ પ્રવર્તતા એવા સાધુની નિત્ય પ્રશંસા કરી છે. પિતાના આત્માને તથા ગચ્છને નાશ કરે છે. તે માટે મથુરા નગરીના રોજા તથા પ્રજા સરખા થાવ. અનર્થના ભાગી ન થાવ. તેની કથા કહે છે. તે સાંભળે. | મથુરા નગરીને વિષે એમજ પૂર્વોક્ત રીતે વૈશ્વાનરને ભક્ત એક વાણીયે હતું. તેણે રત્ન ઘર ભરીને અગ્નિ લગાડવા માંડ. એટલે રાજાએ તથા પ્રજાએ તેને તિરસ્કાર કર્યો. દંડ, રાહુ કહેવા લાગ્યા કે અટવીમાં જઈ ઘર કરીને અગ્નિ લગાડે, એમ કહીને તેને નગરમાંથી કાઢી મુ. એમ છે આચાર્ય. તમે પણ તેમ કરશે તે આત્મા તથા ગરછને અનર્થથી રાખશો. એવી યુક્તિએ શીખામણ દીધી. તે પણ અગીતાર્થ આચાર્ય એ કદાગ્રહ ન મુકીને તેજ રીતે પ્રવર્તતા રહ્યા ત્યારે પ્રાણા સાધુએ તે ગરછના સાધુઓ ને કહ્યું કે, એવા મુખ ગુરુની સેવા કરવા ગ્ય નથી. માટે એને તજે. નહિ તે અનર્થ થશે. તે સાંભળી ગ૭ના સાધુએ એ ગુરુને છોડયા. એ રીતે અવિદ્યાવત પુરૂષને ન સેવવા. એ કથા વિશેષાવશ્યકમાં છે.
હવે ત્રીજા પદને અર્થ કહે છે. વિચરવા હિમાળી બા ' અભિમાની પુરુષ તથા હીન એટલે નીચ પુરુષ જે હોય તેને ન સેવવા તે ઉપર શ્રી વીરસ્વામિ અને ગોશાળાનું ઉદાહરણ કહે છે.
૩૦૨