________________
ဖုဖုဖုဖုဖုဖုဖုဖုဖုဖုဖုဖုဖုန..
વસૂત્રવિવહ્યાં આ સીમિત થા . એમ કષિ હોય તે પણ પ્રતિબોધ કરીને દીક્ષા દેવે.
હવે ધર્મમાં સ્થિર કરે. તે ઉપર ઉદાહરણ કહે છે.
શ્રી વીરસ્વામીને મોક્ષે ગયા પછી બસે ને અઠાવીશ વર્ષે પાંચમે નિન્હવ થયે. તેની કથા કહે છે. ઉલ્લકા નામે નદીથી ઓળખાણે, માટે તે દેશનું નામ ઉત્સુક છે. તે નદીને કાંઠે ધૂલના કોટ સહિત ગામ છે. માટે તેને ખેટ કહીયે. બીજે કાંઠે ઉલ્લકા નામે નગર છે.
ત્યાં મહાગિરિ આચાર્યના શિષ્ય ધનગુપ્ત નામે આચાર્ય અપર તટે રહે છે. તેના શિષ્ય આર્ય ગંગ નામે આચાર્ય હતા, તે પૂર્વ તીર રહે છે. તે અન્યદા શરદકાલને વિષે આચાર્યને વંદના કરવા માટે ગંગા નદી ઉતર છે. તેને માથે ટાલ છે. તેણે કરીને તડકે ટાલ તપે છે. તથા પગે નદીના પાણીની શીતલતા લાગે છે. તે અવસરે કોઈક મિથ્યાત્વમોહનીયના ઉદયથી તે શિષ્ય ચિંતવવા લાગે કે સિદ્ધાંતમાં તે એક સમયે ને સમકાલે બે ક્રિયાનું અનુભવવું નિષેધ કર્યું છે. અને હું તે એક સમયે શીત અને ઉષ્ણને અનુભવ કરી રહ્યો છું. તે માટે અનુભવ વિરુદ્ધ હોવાથી આગમમાં કહ્યું તે રૂડું નથી લાગતું. એમ વિચારી ગુરુ પાસે આવીને તે વાત કહી, ગુરુ બોલ્યા. તું કહે છે કે એક સમયે એને અનુભવ કરું છું. પણ તે અનુક્રમે જ થાય, પરંતુ સમકાલે ન નીપજે. કારણ કે સમય આવલિકાને સૂક્ષમ છે. મતિ અતિચપલ છે. જે કાલે તે ઈન્દ્રિયસંયુક્ત મન તે કાલે તે જ્ઞાનને હેતુ થાય. તે માટે પાદ અને મસ્તક એ બે દૂર અવયવ છે. તેને ઉપગ એકે કાલે કેમ હોય? કારણ કે સકલ અસંખ્યાત પ્રદેશે એક વસ્તુને ઉપયોગ થાય પછી જીવને ક અંશ બાકી રહ્યો. તેથી અનુક્રમે ઉપયોગ થાય. છતાં પણ છઘસ્થપણામાં તું કહે છે કે હું સમકાલે બે ક્રિયા અનુભવું છું. જેમ કેઈ યુવાન પુરુષ કમલનાં શતપત્ર ઉપરા ઉપર માંડીને વીંધ્યા પછી તે એમ જાણે કે મેં સમકાલે વધ્યા પણ એક વિંધાણ વિના બીજા કેમ વીંધાય? જે માટે પહેલું
૨૩૩