________________
ધણી તા કાંઈ ઇચ્છતા નથી. પણ હું કાતુક નિમિત્તે રૂપ પરાવતિની વિદ્યા આપુ', એમ વિચારી કુમારને આદરમાન સહિત એલાવી. રૂપ પરાવતિની વિદ્યા આપી. કુમારે પણ જાણ્યું કે એવા પુરુષ માનવા ચેાગ્ય છે. એમ વિચારી વિદ્યા લીધી.
હવે મદનમંજરીને પણ તેજ દિવસે રાહિણી દેવીએ તુષ્ટમાન થઇને સ્વપ્નમાં વસુત્તેજકુમાર દેખાડયા. અને કહ્યું કે, ભદ્રે ! એ તારો ભર્તાર થશે. તથા વસુર્તજ કુમારને પણ સ્વપ્નમાં મદનમ’જરી દેખાડી અને કહ્યુ કે તમારી પત્ની થશે. બેહુ જશુને નામ ઠામ પ્રમુખ બતાવ્યા, એમ કહીને આરગ્યેાદક નામે સમુદ્રથી ઉપન્યા એવા મુક્તાફળને સમુહ નિપન્યા એવા એકાવલી હાર મદનમ’જરીને દીધે અને કહ્યું કે એ હારને એકવીશ વાર પાણીમાં પખાળીને તે પાણી જેને છાંટશે તેને શસ્રાદિકના પ્રહાર તત્કાલ રૂઝાઇ જશે. તમે ભોર એ જણુ સિવાય એ હારને ચેગ્ય બીજે કાઈ નથી. એમ કહી દેવી અદૃશ્ય થઈ ગઈ.
હવે પ્રાતઃકાલે મદનમ જરી જાગી. એટલે જાણે તારામંડલ ગળીને હેઠલજ આવ્યુ. હાય નહિ એવી સાક્ષાત્ માતીની માલા પેાતાના હાથમાં દીઠી, ત્યારે વિચાર્યું કે વસ્તુતેજ કુમાર મને પરણશે. એવુ જાણી ભત્ર સફલ માનતી થકી સર્વ વાત સખીને સંભળાવતી હતી. સખીએ કુંવરીની માતાને કહ્યુ` માતાએ પોતાના ભર્તારને કહ્યું. અનુક્રમે કુટંવરીના પિતાએ વસુતેજને કન્યા દીધી. અને કુમારના પિતાએ તે વાત 'ગીકાર કરી. એ વાત મૉંગલરાજાએ જાણી. તે વખતે કપે પીડા પામતા થકા ચિંતવતા હતા કે કુંવરીને પણ્વા જતાં માગ - માંથી પકડી લઇશ. એમ કહ્રને ધાડ તૈયાર કરી.
હવે પિતાએ કુ'વરીને મહા વિસ્તારે પરણવા એકલી દૈવયેાગે માર્ગમાં મંગલ રાજાની ધાડ ભેગી થઇ. તેણે ચાગ્યતાના વિચાર કર્યાં વિના સગ્રામ કરીને કુંવરીને હણ્ણ કરી. માગ માં તાપસના આશ્રમ પદે ઉતારા કર્યાં. ત્યાં તાપસણીને દેખી, મદનમ'જરીએ સર્વ વૃત્તાંત
૩૫