________________
જાજિક વિકાસ કહો, પછી એકાવલી તાપસણને હાથે આપી કહ્યું, કે આ હાર ચોગ્ય પુરુષને આપજે. તાપસીએ માલા લીધી. તે દિવસ ગયે. દૈવગે બીજે દિવસે ઘોડે અપહયે વસતેજ કુમાર પણ ત્યાં આવ્યું. તેને તાપસીએ દીઠા. ત્યારે જાણ્યું કે એ મહાનુભાવ છે. માટે એકાવલીને થગ્ય છે. પછી ઘણે આદર કરીને એકાવલી હાર આપે. તે કુમારે અંગીકાર કર્યો. બધી વાત પૂછી કે એ માળા કયાંથી આવી?તેણીએ પણ દુઃખ સહિત સર્વ વાત કહી, તે સાંભળીને વસુતેજ કહેવા લાગે અરે ! તે દુષ્ટચરિત્રને ધણી મંગલ કયાં છે ? એમ કહેતે તેની પછવાડે ગયા. તે અટવીમાં ભેગે થયે. કુમાર વિચારવા લાગે કે એકવાર કુંવરીનું ચિત્ત જેઉં પછી ઘટતી વાત કરીશ. એમ ચિંતવી રુપપરાવર્તિની વિદ્યાએ વામણાનું રૂપ કર્યું. કૌતુક જાણી દાસીએ કુંવરીને દેખાડ, કુંવરીને પણ પૂર્વ ભવના અભ્યાસથી હર્ષ ઉપજે. તેને પૂછયું કે તમે કયાંથી આવ્યા ? વામણે બોલ્યા. સાંકેતપુરથી આવ્યો છું. તે સાંભળી તેને પિતાના સસરાના કુલથી આવ્યો જાણી મદનમંજરી ચિત્તમાં હરખી. વળી ભર્તારનાં વિયેગનું દુઃખ સાંભળ્યું. તેથી સંતાપ કરવા લાગી. વામણે બે ! રે કુંવરી ! તારું ચિત્ત કેમ વિષાદ વંત દેખાય છે? ત્યારે રાજકન્યા નિ:શ્વાસ નાંખીને બોલી. મારા વિષાદની કથાથી સર્યું. હે મહાભાગ્ય ! હું મંદભાગીની ધણીયાણી છું એવું કહેતા ગદગદ વાણી થઈ ગઈ. તે જે વામણે વિચાર્યું કે મારે માટે એટલે વિષાદ કરે છે. તે પણ પારખું જોઉં. કારણ કે કંદર્પ દુજાય છે. એમ વિચારી છે. હે રાજકુમારી વિષાદ કર નહિં. મેં પણ તારી વાત સાંભળી છે. તારા માતા-પિતાએ તને વસુતેજને દીધી છે. પરંતુ વચમાં તને મંગળરાજાએ હરી. તે પણ હું જાણું છું. પણ હવે એ વાત યુક્ત નથી. કારણકે મંગળરાજા પણ સામાન્ય નથી. હવે એ વાતમાં બીજો ઉપાય નથી. તથા અવશ્ય ભાવિ હોય તેજ થાય છે પુરાણમાં પણ એવી કથા સાંભળીયે છીયે કે એ રીતે સ્ત્રી પરણે છે. વળી વસુતેજને પણ મેં દીઠે છે. તે કરતાં મંગળરાજા ઘણે સુંદર છે. અને વિવેકી પ્રાણીને સુંદર પુરુષને લાભ થાય તેમાં શો ખેલ