________________
ધરતા, બારમા દેવલેકે વીશ સાગરેપમના આયુષ્ય ઈંદ્રના સામાનિક દેવતા થયા. અહિં એટલુ પ્રજન હતું કે એક જ ભવ કહ્યો છે. બીજા ભવ શ્રી હેમરાજભથી જાણવા
હવે બીજા પદને અર્થ કહે છે. ને કિયા તે વહુ પુરિઝવવા જે પુરુષ પંડિત હેય તે પુરુષ નિરચય પૂછવા યોગ્ય છે. તે ઉપર તંગિયા નગરીના શ્રાવકની કથા કહે છે. તે કાલે તે સમયને વિષે તુગિયા નામે નગરી હતી. તે નગરીની બહાર પૂર્વ અને ઉત્તર દિશાની વચમાં ઈશાન ખૂણે પુષ્પવતી નામે ઉઘાન હતુ. તે નગરીમાં ઘણા શ્રમણોપાસક વસે છે. તેઓ ધન, ધાન્યાદિકે પરિપૂર્ણ છે. અથવા પિતાના ધર્મમાં દર્પવંતા છે. ઘણા વિસ્તારવંત એવા ભવનશયનાસવ વાહને કરી ભર્યા છે. ઘણા અણિમાદિક ધનવંતા છે. જેઓ ઘણું સુવર્ણ, ઘણું રૂપું, ઘણા ધન બમણી વૃદ્ધિએ અથવા વ્યાજ વૃદ્ધિએ વધારતાં છે. જેઓએ વિપુલ વિવિધ પ્રકારના અશન, પાન, ભાત, પાણી, બહુ લેકના જમવાથી છાંડયા છે. જે ઘણાં લેકને વિષે અપરાભવની વિષે છે. જીવ અજીવ જાણે છે. પુણ્ય પાપ ઓળખે છે. આશ્રવ સંવર અને કાયિકી પ્રમુખક્રિયા અધિકરણ ગાડી, યંત્ર પ્રમુખ બંધ અને મોક્ષ તેના હેય ઉપાદેયમાં કુશલ સ્વરૂપ જાણે છે. આપદા પ્રમુખ આવે ત્યારે પણ દેવતા પ્રમુખની સહાય નથી ઈચ્છતા. પિતાના કર્યા કર્મ પિતે ભેગવે એમ કરી અલીન મનથી વિચરે છે. પાખંડી પ્રમુખ સમક્તિથી ચલાવવા આવે તે પણ ચળે નહિં. જિનશાસનમાં અત્યંત ભાવિક છે. મંતર, જ્યોતિષિ, વૈમાનિક દેવતા પણ તેમને ધર્મથી ચળાવી ન શકે. નિગ્રંથને પ્રવચન નમાં નિશંકીત, નિર્વિચિકિત્સાવંત અર્થ સાંભળે છે જેમણે અને સંશય ઉપજે તે અર્થ પૂછનાર છે. સર્વજ્ઞ વચનની પ્રીતિરૂપ રંગ લાગે છે. તેવા શ્રાવકનાં પુત્રાદિકને બોલાવીને એમ શિક્ષા દે છે કે હે પુત્રાદિકે હે આયુષ્યમાને એ નિગ્રંથ પ્રવચન ઉપર જે અર્થ છે. તે જ પરમાર્થ છે. બીજુ ધન, ધાન્ય, પુત્ર, કલત્ર, મિત્ર, કુપ્રવ
૩૧૪