________________
ચંપકમાળા આર્થીઓને આનંદથી નામે આર્યાને સોંપી. ભુવનાનંદ રાજા પણ મુનિરાજને વંદના કરીને હર્ષવિષાદ સહિત ઘેર પહો .
જે નગરી ઘરનાં પ્રદેશ જે કાંઈ પિતાએ શેજિત હતા તે સર્વ નહિ દેખવાથી ભુવનાનંદ રાજા શોકાતુર થયો. અનુક્રમે કાલાંતરે શેક છેડીને રૂડી રીતે રાજ્ય પાળતે રિપુસમુહને આક્રમતે વિચારે છે. અરિકેશરી રાજા કષિ પણ રાતદિવસ સૂવાભ્યાસ કરતા અનુક્રમે ગીતાર્થ થયા. તેમને આચાર્યો આચાર્ય પદવી આપી. બીજે તેને પરિવાર સાધુ, સાધ્વીને હતે. તે પણ એમને એંખ્યા. અનુક્રમે અરિકેશરી કષિ ઘનઘાતિ કર્મ ક્ષય કરીને કેવલજ્ઞાન પામ્યા. ભવ્ય જીવને પ્રતિબંધ દઈ, શેલેશીકરણ કરી. આયુષ્યનાં અંતે પરમપદ પામ્યા. અવ્યાબાધ સુખી થયા. ચંપકમાળા પણ સાધ્વીએ પરિવરિ અગ્યાર અંગ ભણ્યા. ગુરુણીએ તેને પ્રવતિની પદવીએ સ્થાપી. તે વિવિધ તપસ્યા કરતાં પૃથવીને વિષે વિચરે છે. ઘણા ભવ્ય પ્રાણીને નરકના દુઃખ નિવારતી, ગુરુસેવા વૈયાવૃત્તાદિક અપૂર્વકરણ કરી. ક્ષપકશ્રેણી આહી, દુસ્તર ભવસમુદ્ર તરીને નિર્મલ કેવલજ્ઞાન પામી, એક માસનું અનશન કરીને સુસાધ્વીએ પરિવર્યા થકા ચંપકમાળા સિદ્ધિ વર્યા. શાશ્વત સુખના ભેગી થયા. એમ સમક્તિના લાભ ઉપરાંત લાભ નથી. તે ઉપર ચંપકમાળાની કથા કહી. એ કથા સુપાર્શ્વ ચરિત્રમાં છે. ॥ इति सकलसभाभामिनिभलस्थलतिलकायमानपंडितश्रीउत्तमविजय गणी शिष्य पंडित पद्मविजय गणी विरचिते श्री गौतमकुलक प्रकरणे बालावबोधे द्वादशगाथायां चत्वायुदाहरणानि समाप्तानि ॥
હવે તેરમી ગાથા કહીયે છીયે. તેને પૂર્વની ગાથા સાથે એ સંબંધ છે જે પૂર્વગાથાએ ચાર વસ્તુ ઉત્કૃષ્ટ દેખાડી, હવે ચાર વસ્તુ જઘન્ય, અધમ છે. તે માટે તેને ત્યાગ કરે. તે દેખાડવાને સંબધે આવી જે તેરમી ગાથા તે કહે છે. न सेवियव्वा पमया परक्का, न सेवियव्वा पुरिसा अविद्या । न सेवियव्वा अहिमान हीणा, न सेवियवा पिसुणा मणुस्सा ॥
૨૯૩