________________
ဖုန၉၉၇ခုန၉၆၀
န၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀$$$
દિવસ સુંગધી કુલે દેવપૂજા કરે. કેઈક દિવસ સંસાર સ્વરૂપ ભાવે, કોઈક દિવસ દેવગુરુનાં ગુણગાન કરે. એમ દિવસ કાઠે છે. વળી સખીઓ સહિત સામાયિક, પ્રતિક્રમણ કરે છે. એમ અરતિ રહિત રાત્રિ દિવસ કાઢે છે. એક દિવસ મહર્થિક સખીએ રાણીને પૂછ્યું, કે તમારા ઉપર રાજાને સંદેહ કેમ દેખાય છે? ચંપકમાલ બેલી, ચંદ્રમાની પેઠે સ્ત્રીને ભર્તારને નેહ ઘટે પણ ખરે અને વધે પણ ખરે, વલી હે સખી! વાત સાંભળે, વિષયનાં સુખ દિપાક વૃક્ષનાં ફલ જેવા છે. દેખાતા તે રુડા પણ અંતે પ્રાણ હરનારા છે. વળી પિતાની મેળે ન સંપજે તે તેમાં શું અયુક્ત છે ? સખી બેલી એમ જ છે. પણ લેકમાં પરપુરુષના સંગમને અપવાદ ચાલ્યા છે.
જ કરી તે સાંભળીને સજજનેનાં હદય બળે છે. ચંપકમાળા બેલી, લાકમાં
લે છે શી રીતે વાત ચાલી? સખી બેલી. કેઈક વિદ્યાધર તમારી સાથે રમે છે. ચંપકમાળા બેલી, તે સાચું કહ્યું. મેં પણ ચૂડામણી ગ્રંથે જાણ્યું છે. લેકમાં અપકીર્તિ પણ પરિવાજિકાએ કરી છે. તથાપિ હવે એ ઉપાય કરીશું કે જેમાં તમારા સરખા સજજનેનાં મુખ ઉજજવળ થશે. એમ સાંભળીને સખી ઉઠી, એટલે રાજા આવ્યા, ચંપકમાળા બેલી, હે રાજન તમે નરમાં ચૂડામણું રત્ન સમાન છે, તમારા ગુણ કે ગણી શકે? જેણે પ્રત્યક્ષ દેષ દેખીને પણ મારી ઉપર અટલે રાગ રાખે છે. તથા છાંયા ભેજનની પેઠે તમે મારાથી ભગ છાંડે, તે મેં ચૂડામણ ગ્રંથના ઉપયેગે જાણયું. શયાને વિષે મારી સાથે રમત પુરુષ તમે દીઠો તથા લેકમાં પણ અપકીનિ થઈ. તે પણ મેં જ્ઞાનથી જાણ્યું. તેથી લેક પ્રત્યક્ષ તમે મને આકરું ધીજ કરાવે, જેથી મારે અપયશ ટળે. રાજા છે. જ્યારે કરાવીયે? તે બોલી પ્રભાતે કરાવે, રાજા છે, શું ધીજ કરશે ? તે બોલી, નગરના મહધિક લેક કહેશે તે કરીશ, રાજાએ હાકાર માને. રાણીને પૂછીને ઉઠ. રાજા અન્ય સ્થાનકે જઈ સૂતે, પાછલી રાતે જાગ્યો અને
tassssssssssssssssssssssssssssssssssssheet:
૨૮૬