________________
હરી જતાં ભિલેને દેખીને પરાક્રમ ફેરવી ગેમ પાછું વાળ્યું એ વ્યતિકર સાંભળીને રાજાએ જાણ્યું કે રાજ્યને ધણી શેઠ પુત્ર થશે. હવે રાજપુગે પણ નગરમાં પડહ વજડાવ્યો કે જે યુવાન પુરુષ રમવા નીકળશે તેને રાજકુમાર પ્રસાર કરશે. અને જે રમવા નહિ આવે તેને અપરાધ રાજકુમાર ખમશે નહીં. એમ સાંભળી નગરના ધણા કુમાર નીકળ્યા. પણ દેવપ્રસાદ ન નીકળ્યો. માતાપિતાએ કહ્યું કે હે વત્સ! રાજપુત્રને ઉતાવ જુવે. રાજાની આજ્ઞા વિષમ છે. કુમાર બે મારું માથું દુખે છે. તે માટે બોલશે નહિં સનેહે કરી માતા પણ ન બેલ્યા.
એવામાં દેવપ્રસાદે વચન સાંભળ્યું કે રતનપુર નગરને વિષે પૂર્ણ ચંદ્રરાજાની લકમવતી અને કાંતિવતી નામે બે દીકરીઓ છે તે ગંધદ્રવ્યનાં સંગ રૂઠા જાણે છે. તે એમ કહે છે કે અમે ગંધદ્રવ્ય ભેગા કરી છીયે. તેને વિશેષ જે જાણે તેને પરણવું. પણ બીજાને ન પરણવું. એમ નિર્ધારી તે ગંધ દ્રવ્ય ભેગા કરીને ઘણા રાજપુત્રોને દાસીના હાથે દેખાડે છે. પણ કોઈને વિશેષ માલમ પડતુ નથી. એ વ્યતિકરે રાજા ઘણે દુઃખી છે. પણ કોઈને વિશેષ માલુમ પડતું નથી. તેથી નગરમાં પડતું વજડાવ્યું. જે પુરુષ કુમારીકા ગધને વિશેષ કહે તેને હું આવું રાજ્ય અને કન્યા આપીશ. તે સાંભળીને દેવપ્રસાદ ત્યાં જવાની ચિંતા સહિત ઉદ્યાનમાં આવ્યું. અને ઉત્સવમાં ન આવ્યું. એ વાંક કાઢીને દેવપ્રસાદને તેડવા પુરૂષ મોકલ્યા. પુરુષે આવીને શેઠને કહ્યું, કે દેવપ્રસાદ કયાં ગયે ? રાજાની આજ્ઞાને પક, દુષ્ટ મહાપાપી ક્યાં છે ? રાજાની આજ્ઞાએ અમારે તેને મારે છે. શેઠ બેલ્યા, એતે ગઈ કાલે રત્નપુર નગરે મામાને ઘેર પ્રાહણે ગયો છે. માટે હું રાજા પાસે આવું છું. એમ કહી કે, એક પુરુષને શીખવી કુમાર પાસે મોકલ્યો. તેણે જઈને કુમારને કહ્યું કે તમારા પિતાએ કહેડાવ્યું છે કે રત્નપુર નગર મામાના "ઘરે ગયો છે.