________________
နီနုနန္ဒဖုန၉၅၉၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀ မှ
નાગ સુન્નાનું કારણ તો જ્ઞાન તથા શુભધ્યાન તેજ પુષ્પભૂતિ આચાર્યની પેરે ચારિત્રની શોભા છે. તે પુષ્પભૂતિ આચાર્યની કથા કહે છે. સિંધુવર્ધન નગરને વિષે મુભિવક નામે રાજા હતું. ત્યાં પુષ્પભૂતિ નામે આચાર્ય બહુશ્રુત મહાગુણવંત હતા. તે આચાર્યે રાજાને પ્રતિબોધીને શ્રાવક કર્યો, તે આચાર્યને પુષ્પમિત્ર નામે શિષ્ય છે. તે બહુશ્રુત છે. પણ ક્રિયાવ્યવહારે શિથિલ છે. માટે આચાર્યથી જુદે રહે છે. સુખમાં કાલ ગુમાવે છે. એક દિવસે તે આચાર્ય શુકલધ્યાનમાં બેસવાની ઇચ્છા કરે છે. પણ તે મહાપ્રાણ ધ્યાન સરખું છે. તે ધ્યાનમાં રહ્યા થકા ચેતના છે. કે નથી, એવું પણ જાણવામાં ન આવે. એવું તે પ્રબલ ધ્યાન છે. વળી તે આચાર્ય ની પાસે જેટલા શિષ્ય છે તે સઘળાએ અબહુશ્રત છે. માટે આચાર્ય પુષ્પમિત્ર શિષ્યને બહુશ્રુત જાણીને બોલાવીને કહ્યું કે મારે ધ્યાનમાં પ્રવેશ કરે છે. માટે તું પાસે રહે તે પ્રવેશ કરું. તે ચેલાએ પણ અંગીકાર કર્યું. પછી એકાંતે એારડામાં બેસી આચાર્યે ધ્યાન કરવા માંડયું. જે કોઈ આવે તેને તે પુષ્પમિત્ર માંહે આવવા ન દે, અને કહે કે તમે અહિં રહીને જ આચાર્યને વંદન કરે. આચાર્ય છે તે કાર્યમાં વ્યાકુલ છે. એમ કેટલાક દિવસ ગયા પછી સાધુ મહામાં વિચારવા લાગ્યા કે પૂજયજી શું કરતા હશે ? તેમાં એક સાધુએ જઈને જોયું પણ આચાર્ય અંશમાત્ર ચાલે નહિ. અને બોલે પણ નહિં, તે જોઈ તેણે આવી સર્વ સાધુને સંભળાવ્યું. તે સર્વે છઠયા પણ પુષ્પમિત્રને કહેતા હુવા કે ભે ભે! આચાર્ય તે કાલ પામ્યા છે. તેમ છતાં તું અમને કેમ નથી કહેતે ? પુષ્પમિત્રે કહ્યું, આચાર્ય કાળ પામ્યા નથી. પણ ધ્યાનમાં છે. માટે આચાર્યને ધ્યાનમાં વ્યાઘાત ન કરે. ત્યારે તે બોલ્યા એ તારું ધૂર્ત પણું છે. કારણકે આચાર્ય લક્ષણવંતા છે. તેને તું વૈતાલ સાધના કરવા મળે છે. અને તું અમને ઠગે છે. એ રીતે સર્વ સાધુ તે પુરુષમિત્ર સાથે કલેશ કરવા લાગ્યા, અનુક્રમે રાજાને તેડી લાવ્યા અને કહ્યું કે હે રાજન !
ooooooooo
-
-
-
૨૧ર