________________
૧૦ ૧૧ ૧૨
વિજય રથ જ. આચાર્ય કાલ પામ્યા છે તેને પરઠવવા દેતા નથી. રાજાએ પણ આચાયને રુડી રીતે જોયા. એને નિર્ધાર કર્યો કે આચાર્ય કાળ પામ્યા છે. તે વારે પુષ્પમિત્રની અવજ્ઞા કરીને શિબિકા બનાવી, હવે આચાર્યો પૂર્વે પુષ્પમિત્રને કહી મૂક્યું છે કે અગ્નિ પ્રમુખને મહા ઉપદ્રવ થયે જાણે તે મારે અંગુઠે સ્પશજે, તે સંકેત સંભારીને આચાર્યને અંગુઠે ફર. એટલે આચાર્ય જાગૃત થઈ બોલ્યા, મને ધ્યાનમાં વ્યાઘાત કેમ કર્યો ? પુષ્પમિત્ર બોલ્યો કે, તમારા શિષ્યોએ વ્યાઘાત કર્યો છે. ત્યારે તે આચાર્યો શિષ્યને ઠપકે દિીધું કે તમે રુડુ ન કર્યું. ઈત્યાદિ કથા આવશ્યકનિતિમાં છે. માટે ચારિત્રની શોભા જ્ઞાન ધ્યાને છે.
સસસ સોદા વિના વિત્તિ છે જે વિનયગુણમાં પ્રવૃત્તિ કરવી તેજ શિષ્યની શોભા છે. એટલે વિનયને વિષે પ્રવર્તવું તેજ શિષ્યની શોભા જાણવી. માટે શ્રી ઉત્તરાયયન મધ્યે પ્રથમ વિનય અધ્યયને ઉદાહરણ કહયું છે
ઉજયિન નગરીને વિષે અંબરુષિ નામે બ્રાહ્મણ વસે છે. તેને માલુંગા નામે ભાર્યા છે. તે બહુ શ્રાવક છે. તેને નિબક નામે પુત્ર છે. અનુક્રમે માલુંગાએ કાલ કર્યો. તે જોઈ પિતાપુત્ર બેહને વૈરાગ્ય ઉપન્યો. તે વારે બે જણે કોઈક આચાર્ય પાસે દીક્ષા લીધી, પણ તેમાં દિકર દુવિનિત છે, માટે સમાધિ લઈ બે વેલાની જગાને કાંટે કરી દે, કાલગ્રહણની ક્રિયા કરતાં છી કે, એમ કાલ ગુમાવે, સર્વ સામાચારી વિચરિત આચરે, ત્યારે સર્વ સાધુએ મલી આચાર્યને વિનંતિ કરી કે તમે એ નિબકને રાખે અથવા અમને શખે. કારણ નિબક રહેશે તે અમે સર્વ ચાલ્યા જશું, તે સાંભળી આચાર્ય નિબકને કાઢી મૂકે. પિતા પણ પુત્રના રાગે સાથે નીકળ્યો. તે બેહુ ઠોઈ બીજા આચાર્યની પાસે જઈને રહ્યા. ત્યાં પણ છોકરાને અપલક્ષણે જાણી કાઢી મૂકો. એમ ઉજજયિનિમાં પાંચસે સંવાડામાં તે બહુ પિતા પુત્ર ફર્યા. પણ ક્યાંઈ ટકી શકયા નહિં. એક દિવસ
heiiiiiishல்லதல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்
.
૧૩