________________
ઘણું જ મંત્રવાદી તથા વૈદ બોલાવ્યા, તેણે આવી અનેક ઔષધી ઉપચાર કર્યા, પણ ગુણવિશેષ કાંઈ ન થયા. ' * હવે તેને મુખે યક્ષ સંક્રમીને સ્પષ્ટપણે બોલે, એણે મારા દેશમાં રહેલા મુનિની નિંદા કરી છે. સાધુનું પાણિગ્રહણ કરે તે એનાં શરીરમાંથી નીકળું, રાજાએ વિચાર્યું કે સાષિપત્ની થઈને પણ જે જતી રહે તે સારું, તેથી રાજાએ તે વચન અંગીકાર કર્યું, ત્યારે કુંવરી સાજી થઈ. હવે રાજા પણ કુંવરીને સર્વ અલંકાર પહેરાવી વિવાહનાં ઉપકરણ લઈ ઘણા આડંબર સહિત યક્ષને દહેરે લાવ્યા, ત્યાં મુનિને પગે લગાડીને વિનંતિ કરવા લાગ્યા કે હે મુનિ! મારી કન્યાનું પાણિગ્રહણ કરે. મુનિ બોલ્યા, હે ભદ્ર ! એ નિંદિત વાતે સયું! સાધુ તે સ્ત્રી સાથે એક વસતિમાં પણ વસે નહિં, વળી સિદ્ધિરુપ નારીને રાગી એ સાધુ તે અશુચીએ પૂર્ણ શરીરવાળી એવી સ્ત્રીને કેમ ઈરછે ? છે પણ તે યક્ષે ત્રાષિનું શરીર ઢાંકીને નવું શરીર વિકવિ કન્યાનું પાણિગ્રહણ કર્યું, સંપૂર્ણ રાત્રિ ત્યાં રહી, પ્રભાતે યક્ષ દૂર થા, ત્યારે સ્વભાવિકરૂપે કન્યા દેખીને તે મુનિ બોલ્યા, હે ભદ્રે ! હું સંયમી, મન, વચન, કાયાએ સ્ત્રીને સંગ ન કરું. મેં તારું પાણિ ગ્રહણ કર્યું નથી, પણ મારે ભક્તિવંત યક્ષ વિડંબના કરે છે, તે યક્ષ હમણાં દૂર ગયે છે, માટે તું ચાલી જા, તે સાંભળી તે ભદ્રા પરણવાની વાતને સ્વપ્નની પેઠે માનતી, ખેદ કરતી ઘેર ગઈ. રાજાને સર્વ વ્યતિકર કો, તે વેળાએ રાજા પાસે રૂદ્રદેવ નામે પુરાહત બેઠા હતા તે બોલે કે હે રાજન ! એ ઋષિપત્ની યતિએ મુકી માટે બ્રાહ્મણને આપ. ત્યારે રાજાએ પુરે હીતને જ આપી, તે સાથે વિષયસુખ ભેગવતાં કેટલેક કાળ ગયે. હવે યજ્ઞ કરવાને ઈચ્છક થઈ પુરોહિતે તેને યજ્ઞ પત્ની કરી તે યજ્ઞમંડપે દેશાંતર થકી ઘણા વિપ્ર ભેગા થયા છે. તેના માટે ભેજન સામગ્રી તૈયાર કરી છે. તે અવસરે તે મુનિ પણ ગોચરીયે ભમતાં યજ્ઞમંડપે આવ્યા, ત્યારે પુરોહીતે હરિકેશીબલને કહયું કે
૨૧૭