________________
તેપણ તે શેઠના મનમાં ન આવ્યું. યતઃ છે તો દિ મૂi, प्रकोपाय न शान्तये, पयःपान भुजंगानां, केवल विषवर्धनम् पछी રાજા પ્રમુખ તેની નિંદા કરતાં પિતાના ઘેર આવ્યા–મમ્મણ શેઠ પણ અનંતાનુબંધી લાભના ઉદયથી મરીને સાતમી નરકે ગયા. ત્યાંથી નીકળી તે વલી અને તે સંસાર રઝળશે. ઈતિ લાવવા નિશું છે તે માટે લેભ ઉપરાંત બીજુ કાંઈ દુખ નથી.
હવે દુખનું પ્રતિપક્ષી સુખ છે માટે તે પૂછે છે.
અહિ ગુરુ પ્રત્યે શિષ્ય પૂછે છે કે હે સ્વામિન્ (સુ જિં ) સુખ તે શું ? ત્યારે ગુરુ બેલ્યા. કે હે શિષ્ય ! (તુટી જેવ) સંતોષ તે જ સુખ છે. સંતોષ ઉપર કપિલ કેવલિનું દષ્ટાંત કહે છે. કેશાંબી નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરે છે. ત્યાં કાશ્યપ નામે બ્રાહ્મણ વસે છે. તે ચૌદ વિદ્યાને પારગામી રાજાને પુરોહીત, રાજ્ય માન્ય છે. તેને જસા નામે ભાર્યા, કપિલ નામે પુત્ર છે. તે બાળક હતું ત્યારે તેને પિતા મરણ પામ્યા. પુરે હીતની પદવી રાજાએ બીજાને આપી. એકદા તે નવા પુરોહીતને ઘેડે બેસી છત્ર ધરાવતે માર્ગે ચાલ્યો જતો દેખીને જસા રડવા લાગી. ત્યારે કપિલે પૂછ્યું. કે હે માતા ! તું શા માટે રડે છે? ત્યારે જસા બોલી. તારા બાપ આવી રીતે કદ્ધિથી નીકળતા, કારણકે તે વિદ્યાવત હતે. યથાઃ
विद्या नाम नरस्य रूपमधिक प्रच्छनगुप्त धन, विद्याभोग करी यदाः सुखकरी, विद्या गुरूणां गुरुः । विद्या बधुजना विदेशगमने विद्यापरं दैवत ॥
विद्या राजसु पूज्यते नहि धन विद्याविहिनः पशुः ॥ ત્યારે કપિલ બેલ્યો કે હું પણ વિદ્યા ભણીશ. તેને માતાએ કહયું કે અહિ મત્સરે કરી તેને કોઈ ભણવે નહિં. તે માટે જે ભણવાની ઇચ્છા હોય તે સાવત્થી નગરી જા. ત્યાં તારા બાપને મિત્ર ઇંદ્રદત્ત નામે પંડિત છે તે તને ભણાવશે. એમ સાંભળીને કપિલ ત્યાં ગયે. જઈને,
૧
૧૬