________________
ရ
နစုစုဖုဖုဖု કારણ એવું જે મૈત્રિપણું તે સમસ્ત જીવ ઉપર ભા! પૂર્વે દુષ્કૃત કર્યા હોય તેની વિશુદ્ધ ભાવે દુર્ગછા કરે, તીર્થંકરની પ્રરૂપેલી જ્ઞાનદર્શન–ચારિત્રરૂપ રત્નત્રયીનું બહુમાન કરે, પ્રમાદ પરિહરીને પરમપદનું સ્વરુપ ચિંતવે, તે સર્વે તેમણે યથાશક્તિ કરવા માંડ્યું.
એ અવસરે રાજા પરમ સંવેગ કરી બોલ્યા, હે ભગવન્એટલા પાપે તેના એવડા વિપાક આવ્યા તે અમને શું નિપજશે? ઉદ્દામ પ્રમાદને વશ થઈ અણુવિચાર્યા કામના કરનારા અમારા સરખા પ્રાણીની શી ગતિ થશે? ગુરુ બોલ્યા, હે રાજન્ ! કર્મ પરિણતિ એવી જ છે. એ રીતે શેઠા પ્રમાદથી ઉત્પન્ન થયેલા કર્મનાં એવા અથવા એથી પણ આકરા વિપાક ઉદય આવે. અને ઘણાં અધિક કર્મ સંચ્યા હોય તે તેથી વળી નારકી તિર્યંચના તીવ્ર દુખ પણ જીવ ભોગવે તે પણ ઘણુ કાળ સુધી ભેગવવા પડે. તે માટે જગદ્ગુરુએ કહ્યું છે કે, સુખ ઇચ્છનારે થાડે પણ પ્રમાદ ન કરે. વળી ઝેર ખાવું તે સારું
વ્યાધિયે શરીર તપાવવું તે સારૂં, અગ્નિમાં ઝંપલાવવું તે સારું, શત્રુની સંગત કરવી તે ભલી, ભુજંગ ભેગા વસવું તે શ્રેષ્ઠ પણ પ્રમાદ કરે તે સારે નહિ. તેને તે મહા દુઃખદાયી જાણ. પૂર્વે સર્વ વિષ પ્રમુખ કાં. તે તે માત્ર એક જ ભવે દુઃખના દેનારા છે. અને પ્રમાદ તે ઘણા ભવ સુધી દુખદાયક છે. વળી પ્રમાદના સામર્થ્યથી જીવ આત્મકાર્ય ન દેખે, રભસૂ વૃત્તિયે પ્રવૃત્ત, અનાગત કાળ ન દેખે, ગુરુ લાઘવ ન વિચારે, ગુરુનું બહુમાન ન કરે, અનુક્રમે પાપકર્મ બાંધીને તેના વિપાકે નરકાદિકને વિષે જાય, ત્યાં એવું કોઈ સંકલેશસ્થાનક નથી કે જે પ્રમાદી પ્રાણું ન પામે. ત્યારે રાજા બોલ્યા, હે ભગવન! એ પ્રમાદ સેવે તેને હવે શું ઉપાય? ગુરુ બેલ્યા, સર્વ આરંભ અને પરિગ્રહ ત્યાગ કરીને ચારિત્ર અંગીકાર કરવું. એ અપ્રમાદનું જે આરાધન છે તે હે રાજન ! એકાંતે કર્મ વ્યાધિનું ષધ છે. સર્વ લોકમાં અનિંદિત, પંડિત લેકને આનંદનું ઉપજાવનાર, આ ભવ અને પરભવને વિષે વિકષ્ટનું ટાળનાર છે, મિથ્યાત્વને દૂર કરનાર છે.
essessodessesseldostostessessessestesses
s ed or s
sessessessessed date:
૧૫૦