________________
કહ્યું. તે વાત રાજાએ ધારી રાખી. જયારે મંત્રીશ્વર રાજા પાસે સલામ કરવા આવે, ત્યારે રાજા અવળું મુખ કરીને બેઠા. એ. રાજાને ભાવ જાણુને મંગી ઘેર આવ્યા. સિરિયાને બોલાવી કહ્યું કે, રાજાને કાને કોઈ વેરી લાગે છે. માટે રાજાને આપણા ઉપર દ્વેષ થવાથી આપણા કુલને ઉચ્છેદ કરવા તત્પર થયો છે. માટે તું જે મારું વચન માને તે હું કહું તેમ કર. જ્યારે હું રાજાને મુજ કરૂં, ત્યારે તું તરવારે કરી મારું મસ્તક છેડી નાંખજે. જ્યારે રાજા ઠપકો દે ત્યારે કહેજે કે, સ્વામીને અભક્ત તે પિતા પણ ક્યાં કામને? અને હું તે ઘરડે છું, ચાર દિવસ રહીને પણ મરવું તે છે જ, પરંતુ આમ કરીશ તે આપણું કુટુંબ સર્વ જીવતું રહેશે. તે સાંભળી સિરિયે ગદ્ગદ્ વચને રોતે થકી કહેવા લાગ્યું કે, હે તાત ! એ
રકમ ચંડાલ પણ ન કરે, તે હું પણ કેમ કરૂં? પ્રધાન બેલ્યો, એ વિચાર કરીશ તે સર્વ કુટુંબ ઘાણીમાં પિલાશે, અને વૈરી હસશે. તે માટે કુલ રાખતાં મહારે ક્ષય તે રડે છે.
त्यजेदेक कुलस्यार्थे, ग्रामस्याथै कुल त्यजेत् ॥ ग्राम जनपदस्यार्थे, आत्माथे सकल त्यजेत् ॥ ९ ॥
તથા હું ગલે તાલપુટ બાંધીને મુજ કરીશ, એટલે તને પિતા માર્યાનું પાપ પણ નહી લાગે. એમ કહ્યું ત્યારે સિરિયે તે વચન અંગીકાર કર્યું. અને પિતાનું મસ્તક છે. એટલે રાજાએ કહ્યું છે ભૂંડા ! એ કામ શું કર્યું. ? સિરિયે બે, સ્વામીદ્રોહી જાણે માટે માર્યો. સ્વામીના અનુયાયી કામ કરે તે સેવક કહીએ.
પછી સિરિયાએ પ્રધાનનું મૃતકાર્ય કર્યું. રાજા સિરિયાને કહેવા લાગ્યા. કે, તમારા બાપની મંત્રી મુદ્રા તમે . ત્યારે સિરિયે બા મહારાજ ! મારે મેટોભાઈ જે સ્થૂલિભદ્ર છે તે મારા પિતા બરાબર છે. તે અમારા પિતાના હેતથી બાર વર્ષ થયા કોશ્યાને ઘેર ભાગ ભગવતે સુખે રહે છે. તે ભાઈ સાથે હું વિચાર કરૂં. તેને રાજાએ કહ્યું કે, આજને આજ વિચાર કરો ! ત્યારે સ્થૂલિભદ્રને
૧૨૯,