________________
કર્યો. રાત્રિએ દેવ-ગુરુને સંભારતા સુધાએ પીડા થકો મરીને દેવલેકે ગયે. માટે મને ત્રાષિઘાતનું પાપ લાગ્યું, તેને પશ્ચાત્તાપ કરતી શ્રી સંઘપાસે પ્રાયશ્ચિત્ત માંગ્યું. ત્યારે સંઘે કહ્યું કે, તમારે શુદ્ધ ભાવ છે. તેથી પ્રાયશ્ચિત્ત ન આવે. મેં કહ્યું કે, જે સાક્ષાત પરમેશ્વર મને કહે તે શાતા થાય. અન્યથા નહિ. તે સાંભળીને સંઘે કાઉસ્સગ કર્યો. શાસનદેવતા આવ્યા તેણે સંઘને કહ્યું કે કહે શું કરું? સંઘે કહ્યું કે યક્ષાજીને શ્રી જિનેશ્વર પાસે લઈ જાઓ ! ત્યારે શાસનદેવી બોલી કે, હું નિવિદા પણ જઈ શકું, માટે તમે કાઉસ્સગ્નમાં રહેજે. એ વાતની સાથે હા કહી. ત્યારે શાસનદેવી મને સીમંધરસ્વામી ભગવાન પાસે લઈ ગયા. મેં શ્રી પરમેશ્વરજીને વંદના કરી. પ્રભુજી બેલ્યા કે, ભરતક્ષેત્રથી આ આર્યા આવ્યા છે, તે નિર્દોષ છે. તે સાંભળીને મારે સંદેહ ટળે, શ્રી સંઘની સમક્ષ કૃપા કરીને પ્રભુજીએ મને ચાર અધ્યચન આપ્યા. શાસનદેવતા પાછા મને મારા સ્થાનકે લાવ્યા, એક ભાવના અધ્યયન, બીજુ વિમુક્તિ અધ્યયન, ત્રીજુ રતિકલા અધ્યયન અને ચોથું વિવિક્તમર્યા અધ્યયન, એ ચારે અધ્યયન મેં એક વાચનાએ ગ્રહ્યા. શ્રી સંઘની આગળ વાત કહીને એ ચારે અધ્યયન કહી દેખાડયા, તેમાંના બે અધ્યયન શ્રીઆચારાંગજીની ચૂલિકાપણે સ્થાપ્યા. અને બે અધ્યયન શ્રી દશવૈકાલિકજીની ચૂલિકા પણે સ્થાપ્યા. એવું કહે થકે સ્થૂલિભદ્રજીએ આજ્ઞા આપી. એટલે સાધ્વીજી પિતાને ઠેકાણે આવ્યા,
હવે સ્થૂલિભદ્ર પણ ગુરુ પાસે વાચના લેવા આવ્યા. ગુરુ બેલ્યા કે તું વાચનાને અગ્ય છે. તે સાંભળીને સ્થૂલિભદ્રજીએ પણ દીક્ષા દિવસથી માંડીને પિતાને અપરાધ વિચાર્યો, પણ કેઈ અપરાધ જે નહીં. ત્યારે ગુરુને કહ્યું કે, સ્વામી ! મારે અપરાધ તે મારી નજરમાં આવતું નથી. ગુરુ બેલ્યા કે અપરાધ કરીને વળી માનતે. નથી. ત્યારે સ્થૂલિભદ્ર સિંહરૂપ સંભારીને ગુરુના ચરણે મસ્તક મૂકી
de sesbestestostesstoestecatoreste desde deseeststestostestet
s testeses
de totstestestetases desta castestet det
૧૪૦