________________
နေပုံရ ပုံ ၅၀၈၀၉၇၇၉၀၅၉၁၉၀၉၇၇၇၇၇၇၇၇၇၇၇၅၉ છું. અન્યથા પૂર્વે કેમ ન આપ્યા? મંત્રી બોલ્યા મેં એની પ્રશંસા કરી તે નથી, મેં તે માત્ર પૂર્વનાં કાવ્ય વખાણ્યાં હતાં, એ તે પૂર્વ પુરુષના જેકેલા કાવ્ય છે. તે તેણે પિતે જોડેલા છે એવું જુઠું અભિમાન ધરીને તમારી આગળ કહે છે રાજા છે એ વાત કેમ મનાય ? મંત્રી બે, મારી દિકરીઓને પણ એ કાવ્ય આવડે છે. તેની પરીક્ષા તમેને પ્રાતઃકાળે કરી દેખાડીશું.
હવે તે મંત્રીશ્વરને સાત પુત્રીઓ છે. જે યતઃ છે जक्खा य जवखदिन्ना, भूआ तह चेव भूअदिन्ना य ॥ सेणा वेणा रेणा, भयणीओ थूलिभहस्स ॥ १ ॥
તેમાં પહેલી છોકરી કોઈ પણ કાવ્ય જે એક જ વાર સાંભળે તે તેને મુખ પાઠ થઈ જાય. એવી ડાહી છે. બીજીને બે વાર સાંભળે એટલે આવડે, ત્રીજીને ત્રણ વાર સાંભળે એટલે આવડે, એમ સાતમીને પચને સાત વાર સાંભળે એટલે આવડે. પછી પ્રધાને તે સાતે પુત્રીને પર્યચને આંતરે રાજસભામાં બેસાડી. અને જે વખતે વરરુચિએ એકસો આઠ કાવ્ય નવા જોડીને કહ્યા, તે વખતે યક્ષાએ તે તુર્ત કહી દેખાડયા. પછી બીજીએ કહયાં, પછી ત્રીજીએ કહ્યાં. એમ અનુક્રમે સાતમીએ કહયાં, તે સાંભળી રાજાને રીસ ચઢી, ત્યારે નિષેધ કર્યો છે. બ્રાહ્મણને કાંઈ આપશો નહિ. હવે વરરુચિએ ગંગામયે જઈને યંત્ર કર્યું, તેમાં એકસો આઠ સેનૈયાની પોટલી બાંધી મૂકે. પ્રાતઃકાળે ગંગાની સ્તુતિ કરી પિતાને પગે આક્રમ કરે; એટલે પિટલી પણ ઉપર આવે ત્યારે તે પોતે તેને ઉપાડી લે. એમ નિત્ય કરે, તે જોઈ સર્વ લેક વિસ્મય પામ્યા. તે વાત રાજાએ સાંભળી મંત્રીને કહી, ત્યારે મંત્રીશ્વર બેલ્યા, જે એ વાત સત્ય છે, તે પ્રાત:કાળે જેવા જઈશું. રાજાએ પણ માન્યું.
હવે મંત્રીશ્વરે છાને દૂત મૂક્યો. તે સરને થાંભલે છુપાઈને પંખીની જેમ રહયે. જ્યારે તે બ્રાહ્મણે સેનેયાની ગ્રંથિ ઘાલી, ત્યારે તે ચરપુરુષે જોઈ. તે બ્રાહ્મણ ગયે ત્યારે તે ગ્રંથિ ચરપુરુષે કાઢીને છાની માની જઈ મંત્રીને આપી.
૧૭