________________
၀၉၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၉၀၉၇၇၇၇၀၀၀၀၀၀၀၀၀၀
હવે શ્રતમદ ઉપર સ્થૂલિભદ્રજીની કથા કહે છે.
પાટલિપુર નગરે ત્રણ ખંડ ધરતીને સ્વામી એ નવમે નંદનામે રાજા હતા. તે રાજાને મહાબુદ્ધિને નિધાન ૫કના વંશમાં ઉપજે, એ શકપાલ નામે મંત્રીશ્વર હતું. તેની લક્ષમીવતી નામે શીલવંતી સ્ત્રી હતી. તેને એક સ્થૂલિભદ્ર અને બીજો સિરિએ એ નામે બે પુત્ર થયા. તે નગરમાં જેણે રૂપે કરી ઈંદ્રાણને પણ જીતી છે અને જગતના ચિત્તને વશ કરનારી એવી એક કેશ્યા નામે વેશ્યા વસે છે તે વેશ્યા સાથે શ્રી સ્થૂલિભદ્રજી નિત્ય ભેગ ભેગવતે ત્યાં રહે છે. એમ તે ઘેર રહેતાં બાર વર્ષ વહી ગયાં.
એવા અવસરે એક કવીશ્વર, મહાવાદી, વૈયાકરણ શિરોમણી એ વરરુચિ નામે બ્રાહ્મણ નિત્ય એકસો આઠ નવાં કાવ્ય કરીને નંદરાજાની એલગ કરે. તે સાંભળી રાજા મંત્રી સામું જુએ. પણ મિથ્યાત્વી જાણીને મંત્રી તેની પ્રશંસા કરે નહિ. ત્યારે રાજા પણ તુષ્ટિદાન દે નહિ. તે અભિપ્રાય બ્રાહ્મણે જાણ્યું. ત્યારે તે બ્રાહ્મણ મંત્રીશ્વરની સ્ત્રીની સેવા કરવા લાગ્યા. તેથી લક્ષ્મીવતીએ સંતુષ્ટ થઈને એક દિવસે તેને પૂછયું, ત્યારે વિપ્રે કહ્યું. તમારા સ્વામી મારા કાવ્યની પ્રશંસા કરે, તે હું દાન પામું. ત્યારે સ્ત્રીએ ભર્તારને તેના કાવ્યની પ્રશંસા કરવા કહ્યું. પ્રધાન બેલ્યા, હું મિથ્યાત્વીની પ્રશંસા કેમ કરૂં? તે પણ સ્ત્રીએ ઘણે આગ્રહ કરવાથી પ્રધાને માન્યું. કારણ કે અંધ, સ્ત્રી, બાલ અને સુખ એ ચારને આગ્રહ બલવંત હેય છે.
પછી તે વિપ્રે રાજાના મુખ આગળ કાવ્ય કહ્યાં. ત્યારે મંત્રીશ્વર બાલ્યા કે, એ સુભાષિત રૂડા છે. તે સાંભળી રાજાએ એક આઠ દીનાર આપ્યા. તે દિવસથી માંડીને નિરંતર એકસો આઠ સેવા તેને રાજા આપે. એક દિવસ મંત્રોએ રાજાને પૂછયું. કે, હે રાજન ! આ સેનયા તમે કેમ આપે છે? રાજાએ કહ્યું કે તમે પ્રશંસા કરી માટે આપું
કાકા મામા સાહહહહહાહાહાહાહાહાહdeboratened