________________
માવજયજયજયકાર,
પ્રાત:કાળે મંત્રીશ્વર રાજાને તેડી ગંગાને કાંઠે જોવા ગયા. વરચિએ પણ પ્રાતઃકાલે આવી ગંગાની સ્તવના કરી, પગે કરીને યંત્રચાલના ઘણએ કરી પણ ગ્રંથિ આવી નહીં. !! ત્યારે હાથ ઘાલી ખેલવા લાગે, પણ જડી નહીં. તેથી મૌનપણે રહ્યો. તે જોઈ પ્રધાન બોલ્યા કે આજ ગંગાજી કેમ નૈયા આપતાં નથી ? હે ભંડા ! આગળથી ગંગામાં ગ્રંથિ ઘાલી તે તે મારી પાસે છે. માટે હવે શું બોલે છે ? લે આ તારી ગાંઠડી ઓળખ ? એમ કહીને ગાંઠડી આપી. તે દેખીને તેને મરણ થકી પણ વધારે દુઃખ લાગ્યું. પ્રધાન રાજાને કહેવા લાગ્યું કે હે મહારાજ ! લેકને ઠગવાને માટે આગલા દિવસની સાંજે ગ્રંથિ ગંગામાં ઘાલી જાય છે, અને સવારે આવી કાઢે છે. રાજાએ કહ્યું કે, તે ભલું કપટ જાણ્યું. પછી સી પિતાપિતાને ઘેર આવ્યા.
હવે વરરુચિ હદયમાં ઘણે હેવ રાખે, મંત્રીનાં છિદ્ર ખોલે, મંત્રીશ્વરના ઘરની વાત દાસી પ્રમુખને પૂછયાં કરે, એક દિવસ દાસીએ કહ્યું કે, મંત્રીના પુત્ર સિરિયાને વિવાહ છે. માટે રાજા જમવા આવશે. તેને ભેટ કરવા માટે શસ્ત્રાદિક ઘડાય છે. તે વાત સાંભળી વિપ્રને છળ જડયું. ત્યારે નાના છોકરાંને ચણા પ્રમુખ ખાવા આપીને ભણાવતે હતેા. કે જે શકરાળ કરે છે તે નંદરાજા જાણતું નથી. શકતાળ તે રાજાને મારી સિરિયાને રાજા કરશે. તે છોકરાં પણ ઠેકાણે ઠેકાણે એમ કહેતાં ફરે. અનુક્રમે પરંપરાએ એ વાત રાજા સુધી આવી, ત્યારે રાજા વિચારવા લાગ્યું કે, બાળક બેલે તે સાચું થાય. છે યતઃ |
बालका यच्च भाषन्ते, भाषन्ते यच्च योषितः औत्पातिकी च या भाषा, सा भवत्यन्यथा नहि ॥ ९ ॥
હવે તેની પ્રતીત કરવા માટે મંત્રીશ્વરને ઘેર ખબર કાઢવા એક પુરુષ રાજાએ મેક. તે પુરુષે પાછો આવીને જેવું જોયું તેવું