________________
એકદા તે ચંદ્ર પિતાને હાટે બેઠે વ્યાપાર કરે છે, એવામાં એક તરૂણ બ્રાહ્મણ તેની દુકાને આવી બેઠે, તે સમયે બાહ્મણને માથે છાજ (છજ) ઉપરથી એક તરણું પડયું. ત્યારે ચંદ્ર તેના મસ્તક ઉપરથી તરણું લીધું. એટલે તે બ્રાહ્મણે પિતાની કેડે કટારી હતી તે કાઢીને પિતાનું મસ્તક છેદવા માંડયું, શેઠે તેને પરાણે ઝાલી રાખે, કે અરે ભૂંડા ! તું આ શું કામ કરે છે? શા માટે મસ્તક છેદન કરે છે? અમારા શે અપરાધ છે? ત્યારે વિપ્ર (બ્રાહ્મણ) બે કે, હે શેઠ તમારે કાંઈ વાંક નથી. પણ મેં આ જન્મથી માંડીને કોઈનું (તરણું) તૃણમાત્ર પણ અદત્ત લીધું નથી અને આજ મારે મસ્તકે તરણું લીધું, માટે મારા વ્રત નિયમનો ભંગ થયે.
તે સાંભળી ચંદ્રશેઠે વિચાર્યું કે, મારી સ્ત્રી સતી છે. અને આ બ્રાહ્મણ, નિર્લોભી, બ્રહ્મચારી મારા ઘર યોગ્ય છે. એમ વિચારી શેડ ઘણે જ આગ્રહ કરી તેને પિતાને ઘેર તેડી આવ્યો. અને કહ્યું કે હવે મારે ઘેર રહેજે. કયાંય જશે નહિ. એમ કહીને તેને પિતાને ઘેર રાખે.
હવે શેઠને ઘરની ફીકર ટળી માટે નિશ્ચિંત થયો. હવે તે સ્ત્રીને તે વિપ્ર (બ્રાહ્મણ) સાથે વાતચીત કરતાં, વસ્ત્ર અશનાદિ આપતાં લેતા પરિચય થયું. તેથી પરસ્પર અનાચાર સેવવા લાગ્યાં. ॥ यतः ॥ अन्य मनुष्य हृदये निधाय, अन्य नरं दष्टिभिरायति ॥
अन्यस्य दत्त्वा वचनावकाश, अन्येन सार्धरमयति रामाः ।। એકદા તે ચંદ્રશેઠ કુસુમપુર નગરે ગયે. તે નગરની બહાર એક ઉદ્યાન છે, તેમાં એક પંખી નિચેષ્ટ કાષ્ટની જેમ પડયે રહે છે.
કે તે પંખીને તપસ્વી જાણીને પૂજે છે. જ્યારે પૂજક કે જતા રહે ત્યારે તે પંખી, બીજા પક્ષીઓ જે ચુણ કરવા ગયા હોય તેમના માળામાં જઈને ઈંડા ભક્ષણ કરી જાય છે. વળી અસર થાય એટલે તે પિતાને સ્થાને આવી બેસી જાય. એ વૃત્તાંત ચંદ્રશેઠે નજરે
૭૪