________________
કરવા
- હવે પાંચમા બલમ ઉપર શ્રેણિક રાજાનું દ્રષ્ટાંત કહે છે.
જેમ શ્રેણિક મહારાજે સગર્ભા મૃગલી બાણે કરી હણ, અને પિતાના બળને ગર્વ કર્યો. તેથી નષ્ટનું આયુષ્ય બંધાયું. એ કથા પડશેષથી સાંભળીને લખી છે. પણ કથાવાળો ગ્રંથ સાંભરતું નથી. અથવા બળના મદથી શ્રી વીરસ્વામીને જીવે નિયાણું કર્યું કે, મારા તપફળે કરી હું મહાવીર્યવાળે પરાક્રમી થાઉં. તેથી ત્રિપૃષ્ઠ વાસુદેવ થઈ તેઓ નરકે ગયા.
ઇતિ બલભદ છે
હવે રૂપમદ ઉપર સનતકુમાર ચક્રવતીની કથા કહે છે.
थोवेणवि सप्पुरिसा, सणकुमारुव्व केइ बुज्जति ॥ देहे खण परिहाणी, जकिर देवेहि से कहियं ॥ ९ ॥
કુરુદેશને વિષે હરિતનાગપુરે કુરુવંશને અશ્વસેન રાજા રાજય કરે છે. તેને સહદેવી નામે પટરાણું ઘણું શીલવંતી, સૌભાગ્યવંતી હતી. એકદા તેની કુખે ગર્ભ રહ્યો. તેના ગે રાત્રીમાં ગજવૃષભાદિ ચૌદ સ્વપ્ન દીઠાં. અનુક્રમે સંપૂર્ણ માસે પુત્રજન્મ થયે. તેનું સનત્કુમાર નામ સ્થાપન કર્યું. સાડી એકતાલીશ ધનુષ શરીરમાન, ત્રણ લાખ વર્ષનું આયુષ્ય, મહારૂપવંત, જગતમાં એવું ઉત્કૃષ્ટ રૂપ કોઈનું નથી. અનુક્રમે છ ખંડ સાધ્યા. ચૌદ રત્ન, નવ નિધાન, બત્રીસ હજાર દેશ, રાશી લાખ હાથી, ચોરાશી લાખ ઘોડા, ચારશી લાખ રથ, ઇન્ક્રોડ પાયદળ અને ચેસઠહજાર પ્રિયે. ઈત્યાદિક મહાચકવતી'ની પદવી પામ્યા, ત્યારે રાજયાભિષેકને અવસર થયે.
એવા સમયને વિષે સૌધર્મો ઉપગ મૂક્યો કે સનકુમારને રાજ્યાભિષેકને અવસર છે. અને એ તે પૂર્વભવે મારા સરખા
૧૮