________________
તે ઉપર એકેકે પ્રાસાદ, તે પ્રાસાદને વિષે ઇંદ્ર મહારાજ આઠ અગ્રમહિષી યુક્ત બેઠા થકા કમલના પત્ર પત્રને વિષે જે નાટક થાય છે તે જુએ છે. એ એક હાથીની રીતિ કહી. એ રીતે ચેસઠ હજાર હાથીને પરીવારે ઇંદ્ર આવ્યા. તે ચેસઠ હજારને પાંચસે બારે ગુણતાં (૩૨૯૬૮૦૦૦) મસ્તક થાય, તેનાં દડૂલની સંખ્યા (૨૬૨૧૪૪૦૦૦) તથા (૨૦૭૧ પ૨૦૦૦) બસે ક્રોડ, નવ ક્રોડ એકોતેર લાખ બાવન હજાર એટલી વાવડી થાય, તથા (૧૬૭૭૭૨૧૬૦૦૦) સેલસે સીતેર કોડ તેર લાખ ને સેલ હજાર એટલી કમલ સંખ્યા જાણવી, અને કમલ જેટલી જ ઇંદ્રની સંખ્યા પણ જાણવી, તેથી વળી ઈંદ્રાણીની સંખ્યા આઠગુણી જાણવી, ઈત્યાદિક રિદ્ધિએ કરી ઇંદ્ર મહારાજ શ્રી જિનરાજને નમસ્કાર કરવા આવ્યા, તે ઈદ્ર હાથી ઉપર બેઠા થકા પરમેશ્વરને પ્રદક્ષિણા દઈ વાંદતા હાથીના આગલા બે પગ પત્થરમાં મગ્ન થયા, તે કારણે ગજાગ્રપદ એવા નામે તે તીર્થ કહેવાણું. ' હવે દશાર્ણભદ્ર રાજા સૌધર્મેન્દ્રને દેખીને ચિંતવવા લાગ્યું કે, અહે ઈંદ્રનું રૂપ! અહા રુદ્ધિ! અહ ઈંદ્રાણને સમુહ ! અહે ભક્તિ ! અહે શક્તિ ! જે વસ્તુ દેખીએ છીએ, તે સર્વે આશ્ચર્યકારી છે, હૈ હૈ! ધિકાર પડે મને! કૂવાના દેડકાની પેઠે મેં ફેકટ રુદ્ધિને અહંકાર કર્યો તેથી હું લઘુતા પાપે તે માટે એ અનર્થની દાયક લક્ષમીએ સયું. એમ વિચારી તે રાજાએ પંચમુષ્ટિ કેચ કરી શ્રી મહાવીર પાસે દીક્ષા લીધી.
તે વારે ઈંદ્ર મહારાજે વિચાર્યું કે, હું હાર્યો. મહારાથી એ ચારિત્ર ન લેવાય. એમ ચિંતવી દશાર્ણભદમુનિને નમસ્કાર કરી બો, હે રાજર્ષિ ! તમે ધન્ય છે, દુખે કરી પૂરાય એવી તમે પિતાની પ્રતિજ્ઞા પૂરી કરી ! એમ વારંવાર સ્તવના કરીને સીધર્મેન્દ્ર સ્વર્ગે પધાર્યા, દશાર્ણભદ્ર રાજર્ષિ પણ ચારિત્ર પાળી ઘાતિ કર્મ ક્ષય કરી ક્ષે પધાર્યા પતિ વૃંદાવૃત્તો એ એશ્વર્ય મદની ઉપર કથા છે.
:::
:
:
૧૧૭.