________________
၀၉၇၇၇၇၇၇၇၇၇၉၀၉၇၉၇၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀
સૌધર્મેન્દ્ર હતા. એ ચિત્તમાં રાગ આણીને વૈશ્રમણ દેવને બોલાવી કહ્યું કે સનસ્કુમાર મારે બાંધવ છે; માટે એના રાજ્યાભિષેકને અર્થે હાર, વનમાલા, છત્ર, મુકુટ, ચામયુગ્મ, કુંડલયુગ્મ, પાદપીઠ સહિત સિહાસન અને પાદુકા એટલાં વાનાં લઈ જઈ ભટણું મૂકીને કહેજે કે, શક્ર તમને સુખશાતા પૂછે છે. તે વચન વૈશ્રમણ દેવ પ્રમાણ કરીને હસ્તિનાગપુરે આવે. વળી ઇંદ્ર અભિષેક મહત્સવને અર્થે અપ્સરાઓ પણ મેકલી.
હવે વૈશ્રમણ દેવ ભટણું મૂકીને સનકુમારને કહેવા લાગે, હે સ્વામિન્ ! તમારા રાજ્યાભિષેકને અર્થે શકે મને મોકલ્યા છે. તે વાત ચકવી એ અંગીકાર કરી. ત્યારે વૈશ્રમણ દેવે જન પ્રમાણ મણિપીઠ રચ્યું. તે ઉપર રત્નમય મંડપ ર. તેના મધ્યભાગે મણિમય પીઠિકા રચી, તે ઉપર સિંહાસન રચ્યું, ત્યાં બેસાડીને ખીરસમુદ્રના પાણએ-રત્ન કનકના કળશે ભરી જય જય શબ્દ થતું માંગલિકના ગીત ગાતે, બહુ વાજિંત્ર વાજતે, અભિષેક કર્યો. રંભા, તિલોત્તમાએ પણ સર્વ અલકારે વિભૂષિત કર્યા. પછી ઘણું આડંબરે ગજપુરમાં પ્રવેશ કરાવ્યું, ત્યાં તે ચક્રવત્તી મનુષ્ય સંબંધી પંચવિષયસુખને અનુત્તર ભેગી થયે થકે કાલ ગુમાવે છે.
એકદા સૌધર્મ સભાને વિષે સૌધર્મેદ્ર સિંહાસન ઉપર બેસી દેવાંગનાના નાટક જેતા થકા વિચરે છે. એવા અવસરે એક સંગમ નામે દેવતા ઈશાન દેવકને વસનારે સોમેદ્ર પાસે આવ્યું. તે દેવતાની કાંતિએ કરી સર્વ દેવતાનું તેજ નાશ પામ્યું. જેમ સૂર્યની પ્રભાએ ગ્રહગણું અને તારા નિસ્તેજ થાય, જેમ ગમે તેવા તાર્કિક હેય પણ જેન આગળ નિસ્તેજ થાય, તે રીતે સર્વ દેવતાએ ઝાંખા થઈ ગયા. હવે સંગમ દેવ ત્યાંથી ગયા બાદ બીજા દેવતાઓ સૌધર્મ દેવને પૂછે છે, કે હે સ્વામિન ! આ દેવનું આટલું તેજ કેમ છે? ત્યારે ઇન્દ્ર બોલ્યા, એણે પાછલા ભવે આયંબિલ વર્ધમાન તપ
seedssessessessessessessessessessessedseasessessesseem
૧૧૯